“જો બિહાર સરકારના આંકડામાં ભૂલ છે, તો કેન્દ્ર પોતે જાતિ ગણતરી કેમ નથી કરાવતા..?” : અમિત શાહ પર તેજસ્વીનો વળતો પ્રહાર

1
53
Tejaswi hit back at Amit Shah on caste census statement
Tejaswi hit back at Amit Shah on caste census statement

Caste Census : જાતિ ગણતરીના આંકડાને લઈને ભાજપ અને આરજેડી વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ જોવા મળી રહ્યા છે. બીજેપી નેતા અને ગૃહમંત્રી અમિત શાહે રવિવારે બિહારમાં એક સભાને સંબોધિત કરતા નીતિશ સરકારના જાતિના આંકડાઓ પર સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે, મુસ્લિમો અને યાદવોની વસ્તી વધારીને બતાવામાં આવી છે. હવે નાયબ મુખ્યમંત્રી અને આરજેડી નેતા તેજસ્વી યાદવે અમિત શાહના આ નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. તેજસ્વી યાદવે કહ્યું છે કે, જો બિહારના જાતિ સર્વેક્ષણના (Caste Census) આંકડા ખોટા છે તો, કેન્દ્ર સરકાર આખા દેશ અને તમામ રાજ્યોમાં જાતિ ગણતરી કરીને તેનો ડેટા કેમ જાહેર નથી કરતી?

2 11
Tejaswi hit back at Amit Shah on caste census statement

તેજસ્વી યાદવે (Tejashwi Yadav) સવાલ ઉઠાવ્યો કે ભાજપ શાસિત રાજ્યોમાં જાતિ ગણતરી કેમ નથી કરાવતી..? કેન્દ્ર સરકારમાં કેટલા 𝐎𝐁𝐂/𝐒𝐂/𝐒𝐓 કેબિનેટ મંત્રીઓ (Cabinet Ministers) છે અને કેટલા બિન-𝐎𝐁𝐂/𝐒𝐂/𝐒𝐓 છે..? તેની યાદી બહાર પાડો. દેખાડો કરવા માટે થોડા પ્રધાનો હોવા છતાં તેમને બિન-મહત્વના વિભાગો કેમ આપવામાં આવ્યા છે..? ભાજપ પાસે કેટલા મુખ્યમંત્રી છે..? પછાત અને બિન-પછાત મુખ્યમંત્રીઓની તુલનાત્મક ટકાવારી જણાવો..? તેજસ્વી યાદવે X પર લખ્યું કે, બિહારમાંથી કેન્દ્રમાં ભાજપ પાસે કેટલા પછાત અને અત્યંત પછાત કેબિનેટ મંત્રીઓ છે..?- જવાબ શૂન્ય છે.. જવાબ આપશો તો તમારી સાથે હિંદુઓની 𝟖𝟓% પછાત અને દલિત વસ્તીની પણ આંખો ખુલી જશે.

કેન્દ્રીય ગૃહમંત્રી (Home Minister) અમિત શાહે રવિવારે બિહારની નીતિશ કુમાર સરકાર પર જાતિ આધારિત સર્વેક્ષણમાં (Caste Census) જાણી જોઈને મુસ્લિમો અને યાદવોની વસ્તી વધારવાનો આરોપ મૂક્યો હતો. તેને ‘તુષ્ટિકરણની રાજનીતિ’નો એક ભાગ ગણાવ્યો હતો. મુઝફ્ફરપુરના પતાહીમાં પાર્ટીની રેલીને સંબોધિત કરતા અમિત શાહે આ નિવેદન આપ્યું હતું. ટિપ્પણી કરતા શાહે કહ્યું, “બિહારમાં જાતિ સર્વેક્ષણ (Caste Census) કરવાનો નિર્ણય ત્યારે લેવામાં આવ્યો હતો જ્યારે, નીતિશ કુમાર એનડીએ (राष्ट्रीय जनतांत्रिक गठबंधन) નો ભાગ હતા.”


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

1 COMMENT

Comments are closed.