Tathya patel case update : 18 નવેમ્બર – વર્ષ 2023ના 20 જુલાઈની મધરાત્રે અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર બનેલી હૃદયદ્રાવક દુર્ઘટનામાં 9 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો અને 12 લોકોને ગંભીર ઇજાઓ થઈ. 141 કિલોમીટર પ્રતિ કલાકની બેફામ ઝડપે દોડાવાયેલી જેગુઆર કાર શહેરને હચમચાવી નાખનાર આ અકસ્માતના મુખ્ય આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે હવે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં ચાર્જફ્રેમ કરવામાં આવ્યા છે. બે વર્ષથી પણ વધુ સમયથી ચાલતા કેસમાં આ એક મહત્વપૂર્ણ કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે.

Tathya patel case update : તથ્ય પટેલે તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેમાં તેને સામેના ચાર્જફ્રેમ તથા સાક્ષીઓની જુબાની શરૂ કરવાની પ્રક્રિયા ઝડપથી હાથ ધરવા માંગણી કરી હતી. સુપ્રીમ કોર્ટએ રાજ્યને ત્રણ સપ્તાહની અંદર ચાર્જફ્રેમ પૂર્ણ કરવા અને સાક્ષીઓના નિવેદન લેવા કાર્યવાહી શરૂ કરવાની સૂચના આપી હતી. આ હુકમના અનુસંધાને તથ્ય પટેલને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરી તેની સામે તમામ લાગુ IPC તથા મોટર વ્હીકલ એક્ટની કલમોને આધારે ચાર્જફ્રેમ કરાયા. આ દરમિયાન પિતા પ્રજ્ઞેશ પટેલ સામે પણ લાગતા આરોપોની કલમો વાંચી સહી લેવાઈ.
Tathya patel case update : આ કેસમાં પોલીસે ઘટનાની તારીખથી માત્ર સાત દિવસની અંદર 1684 પાનાની વિશાળ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. તેમાં IPC કલમ 279, 337, 338, 304, 504, 506(2), 308, 114, 118 તથા મોટર વ્હીકલ એક્ટની કલમ 177, 189 અને 134 નો સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ કરીને IPC ની કલમ 304 હેઠળ 10 વર્ષ સુધીના સજાની જોગવાઈ છે. તથ્ય પટેલે હાઇકોર્ટમાં કલમ 304 દૂર કરાવવા ડિસ્ચાર્જ અરજી કરી છે, પણ તે અરજી હાલમાં પેન્ડિંગ છે.
Tathya patel case update : ચાર્જસીટમાં શું છે ?
ચાર્જશીટમાં કુલ 14 દસ્તાવેજી પુરાવા, 9 મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ, 8 લોકોના CRPC 164 મુજબના નિવેદન અને FSLના 15 રિપોર્ટ સમાવતા મજબૂત પુરાવા છે. કુલ 191 સાક્ષીઓને રજૂ કરવામાં આવ્યા છે, જેમાં અકસ્માત સમયે તથ્ય પટેલની કારમાં હાજર રહેલા પાંચ મિત્રો પણ મુખ્ય સાક્ષી છે. 25 લોકોના પંચનામાં અને 8 ઘાયલોના મેડિકલ સર્ટિફિકેટ પણ ચાર્જશીટનો ભાગ છે.

Tathya patel case update : આ બનાવની તપાસ ACP એસ.જે. મોદી, ટ્રાફિક PI વી.બી. દેસાઈ અને કુલ 17 પોલીસ અધિકારીઓની ટીમે ટ્રાફિકના ડેપ્યુટી કમિશનર એન.એન. ચૌધરીનાં માર્ગદર્શન હેઠળ કરી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે તથ્ય પટેલે જેગુઆર કાર 141 કિમીની ઝડપે દોડાવી હતી અને બેફામ ડ્રાઇવિંગના કારણે બ્રિજ પર ઉભેલા લોકો પર સીધી કાર ચડી ગઈ હતી. અકસ્માતમાં 9 લોકોનાં મોત થયા અને 12 લોકો ઘાયલ થયા, જેમાંથી એક આજે પણ કોમામાં છે.

Tathya patel case update : આ બનાવને બે વર્ષથી વધુ સમય થઈ ચૂક્યો છે, છતાં તથ્ય પટેલને સેશન્સ કોર્ટથી લઈને હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી ક્યાંયથી જામીન મળ્યા નથી. કોર્ટો આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવી ચૂક્યાં છે. હવે ચાર્જફ્રેમ પૂર્ણ થયા બાદ આગામી દિવસોમાં સાક્ષીઓની જુબાની શરૂ થશે, જે કેસની દિશા નક્કી કરવામાં નિર્ણાયક સાબિત થશે.
ઈસ્કોન બ્રિજ દુર્ઘટનામાં ન્યાયની રાહ જોતા પીડિત પરિવારો માટે આ કાર્યવાહી એક મહત્વનો પગથિયો માનવામાં આવી રહી છે. કોર્ટમાં આવનારી સાક્ષીઓની જુબાની અને કેસની આગળની કામગીરી પર સમગ્ર શહેરની નજર છે
વધુ સમાચાર વાંચવા માટે અહી નીચે ક્લિક કરો
YUVRAJSINH:દીકરો ક્રિકેટનો દિગ્ગજ, પિતા દુઃખમાં તૂટી ગયા: “હવે મરવા માંગું છું”




