TAT-TET : આંદોલન સફળ થયું ..આગામી 3 મહિનામાં 7500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવાની સરકારની જાહેરાત

0
448
TAT-TET
TAT-TET

TAT-TET :  ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઈન-એડ શાળાઓમાં આગામી 3 મહિનામાં 7500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવાનો શિક્ષણલક્ષી  નિર્ણય લેવામાં આવ્યો છે.

TAT-TET

TAT-TET :  TET-1 અને TET-2 ઉમેદવારોની પણ જલ્દી હાથ ધરાશે ભરતી પ્રક્રિયા

TAT-TET : આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં થયેલી ચર્ચાની વિગતો આપતાં સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે.રાજ્યની ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં TAT-Secondary અને TAT- Higher Secondary પાસ ઉમેદવારોની યોગ્યતાના આધારે કસોટી પ્રમાણે કાયમી ભરતી કરાશે. TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા હાથ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.

TAT-TET

TAT-TET :  વધુ વિગતો આપતા ઋષિકેશ પટેલે જણાવ્યું કે, માધ્યમિક એટલે કે ઘોરણ 9 અને ઘોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ-ઇન-એડ શાળામાં 3,000 એમ કુલ 3500 TAT-1 પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે.જ્યારે ઉચ્ચર માધ્યમિક એટલે કે ઘોરણ 11 અને ઘોરણ 12 માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટ -ઇન – એડ શાળામાં 3250 એમ મળીને TAT-2 ના કુલ 4000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે

TAT-TET

TAT-TET :  ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ 1500 જેટલા HMAT પ્રિન્સીપાલની ભરતી રાજ્યની ગ્રાન્ટ ઈન એડ શાળાઓમાં કરવામાં આવી છે. જ્યારે છેલ્લા 10 વર્ષમાં રાજ્યમાં કુલ 18,382 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો