JAMNAGAR NEWS :  વેફર ખાતા 100 વાર વિચારજો, જામનગરમાં વેફેર પેકેટમાંથી નીકળ્યો તરેલો દેડકો   

0
335
JAMNAGAR NEWS
JAMNAGAR NEWS

JAMNAGAR NEWS : આજકાલ ખાણી-પીણીની વસ્તુઓમાંથી કંઇકને કંઇક અજીબ વસ્તુઓ નીકળવાના બનાવો વધી રહ્યા છે. આવી જ ઘટના સામે આવી છે જામનગરથી.. જ્યાં બાલાજી વેફરમાંથી દેડકો નીકળ્યો છે. હાલ આ મામલે ફૂડ વિભાગે આગળની તપાસ હાથ ધરી છે.,

JAMNAGAR NEWS

JAMNAGAR NEWS :  જામનગરમાં પુષ્કરધામ સોસાયટી શેરી નંબર -5માં રહેતા જસ્મીન પટેલ નામના વ્યક્તિએ ગઈકાલે બાલાજી કંપનીની વેફરનું પેકેટ ખરીદ્યું હતું. જે પેકેટને ઘરે લઈ ગયા પછી તેને ખોલતાં તેમાંથી એક મૃત દેડકો મળી આવ્યો હોવાની ફરિયાદ થઈ હતી. મનપાના ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી છે.

JAMNAGAR NEWS

JAMNAGAR NEWS :  ગ્રાહક જસ્મીન પટેલે જણાવ્યું છેકે, પટેલ જનરલ સ્ટોરે મારા ભાઈની દીકરી વેફર લેવા આવી હતી. મારી નાની દીકરી, મારી મોટી દીકરીએ વેફર ખાધી હતી. મારી ભત્રીજીએ દેડકાં જોતા ફેંકી દીધો હતો. મારી ભત્રીજીએ કહ્યું કે કાકા આમા દેડકો છે. મે એ દેડકો પાછો મુકીને સવારે અહીં દુકાને આવ્યો અને દુકાનદારને દેખાડ્યું હતું. પછી હું એજન્સીવાળા પાસે ગયો અને તેમને વાત કરી. ત્યારબાદ કસ્ટમર કેર વાત કરી હતી. પણ સંતોષકારક જવાબ મળ્યો ન હતો.

JAMNAGAR NEWS :   ‘નમુના લેવાની કાર્યવાહી હાથ ધરી છે’

JAMNAGAR NEWS


JAMNAGAR NEWS :  આ અંગે જામનગર ફૂડ સેફ્ટી ઓફિસર ડી.બી. પરમારે જણાવ્યું હતું કે, વેફરમાંથી દેડકો નીકળ્યાની અમને ટેલિફોનીક સુચના મળતાં અમે અહીં આવ્યા છીએ. અહીં આવ્યા બાદ અમે ચેક કર્યું તો વેફરના પેકેટમાં દેડકો ચીપાઇ ગયેલો હોય એવું જોવા મળ્યું છે. હાલ અમે આ એજન્સીમાંથી આજ બેચના પેકેટના નમુના લેવાની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ હાલ ચાલુ છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો