Home State Gujarat Nitin Nabin 3Day Gujarat Visit:ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન 3...

Nitin Nabin 3Day Gujarat Visit:ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન 3 દિવસ ગુજરાતના મહેમાન: સંગઠનમાં ભારે ઉત્સાહ

0
429
Nitin Nabin
Nitin Nabin

Nitin Nabin 3Day Gujarat Visit: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન આગામી 20, 21 અને 22 ફેબ્રુઆરી દરમિયાન ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ભાજપના સૌથી નાની વયના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ તેમનો આ પ્રવાસ સંગઠન માટે અત્યંત મહત્વનો માનવામાં આવી રહ્યો છે.

Nitin Nabin 3Day Gujarat Visit:ત્રણ દિવસીય પ્રવાસની રૂપરેખા

Nitin Nabin 3Day Gujarat Visit

નીતિન નબીનનો આ પ્રવાસ માત્ર બેઠકો પૂરતો મર્યાદિત નથી, પરંતુ જનસંપર્ક અને કાર્યકર્તાઓમાં જોશ ભરવાનો પણ છે:

20 ફેબ્રુઆરી: સ્વાગતથી બજેટ બેઠક સુધી

20 ફેબ્રુઆરીએ બપોરે 12:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થશે, જ્યાં કાર્યકરો દ્વારા સ્વાગત કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ બપોરે 3:30 વાગ્યે જીએમડીસી ખાતે ધારાસભ્યો અને સાંસદો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાશે. સાંજે 5:30 વાગ્યે તેઓ ગાંધીનગર ખાતે યોજાનારી બજેટ બેઠકમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

21 ફેબ્રુઆરી: ધાર્મિક દર્શન અને યુવા સંવાદ

21મી ફેબ્રુઆરીની શરૂઆત સવારે 6 વાગ્યે અટલબ્રિજ પર મોર્નિંગ વોકથી થશે. સવારે 8:45 વાગ્યે નિકોલ ખાતે ભદ્રકાળી માતાના મંદિરે દર્શન કરશે. સવારે 11 વાગ્યે કમલમ ખાતે પદાધિકારીઓ અને દાતાઓ સાથે બેઠક યોજાશે. બપોરે 2 વાગ્યે સોશિયલ મીડિયા ટીમ સાથે સંવાદ બાદ સાંજે 4 વાગ્યે ગિફ્ટ સિટી ખાતે ‘યંગ વોઈસ સમિટ’માં યુવાનોને સંબોધન કરશે. ત્યારબાદ 5:30 વાગ્યે જીએમડીસી ખાતે ભૂતપૂર્વ સરપંચો સાથે બેઠક યોજાશે.

22 ફેબ્રુઆરી: ‘મન કી વાત’ અને દિલ્હી પ્રસ્થાન

22મી ફેબ્રુઆરીએ તેઓ રેડિયો પર પ્રસારિત થનારા ‘મન કી વાત’ કાર્યક્રમમાં ભાગ લેશે. બપોરે 12:30 વાગ્યે તેઓ દિલ્હી માટે રવાના થશે. આ ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન સંગઠન મજબૂત બનાવવું અને કાર્યકરોમાં નવી ઉર્જા ભરવાનો મુખ્ય ઉદ્દેશ રહેશે.

આ પણ વાંચો :ડ્રગ્સ માફિયાઓ પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’: પોરબંદરના દરિયામાંથી 200 કિલો ડ્રગ્સ ઝડપાયું, ઈરાની કનેક્શનનો પર્દાફાશ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે