Sleep Paralysis: શું તમે પણ સૂતી વખતે અનુભવો છો આ લક્ષણ..? આ ‘સ્લીપ પેરાલિસિસ’ના સંકેતો હોઈ શકે છે…

0
132
Sleep Paralysis: તમારામાં તો સ્લીપ પેરાલિસિસના લક્ષણ નથી ને?
Sleep Paralysis: તમારામાં તો સ્લીપ પેરાલિસિસના લક્ષણ નથી ને?

Sleep Paralysis symptoms :  સ્લીપ પેરાલિસિસ એ મેડીકલ ઈમરજન્સી નથી પરંતુ તેમાં તમને હલનચલન કે બોલવામાં તકલીફ પડી શકે છે. આ થોડી સેકંડથી 2 મિનિટ સુધી ચાલી શકે છે. સ્લીપ પેરાલિસિસના લક્ષણો સામાન્ય રીતે થોડીવારમાં ઠીક થઈ જાય છે. જો કે, અનુભવ તદ્દન ડરામણા હોઈ શકે છે. આ ઉપરાંત, અન્ય કયા લક્ષણો અનુભવાય છે, અમે તમને લેખમાં આગળ જણાવીશું.

રાત્રે ઊંઘતી વખતે બેડનું હલવુ, ચાદર ખેંચાવી તેમજ અજીબો પ્રકારના અવાજ સંભળાતા હોય છે. સામાન્ય રીતે આ લક્ષણોને મોટાભાગના લોકો નજરઅંદાજ કરતા હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે તમે પણ આ લક્ષણોને ઇગ્નોર કરશો નહીં. આવી ફરિયાદ અનેક લોકો કરતા હોય છે. આ સાથે જ આવા લક્ષણો દેખાતા અજીબ મહેસૂસ કરતા હોય છે. આવી બીમારીને લોકો ભૂત-પ્રેત સાથે જોડતા હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે આ એક ગંભીર સમસ્યા છે, જેને ‘સ્લીપ પેરાલિસિસ’ (Sleep Paralysis) તરીકે ઓળખવામાં આવે છે.

Sleep Paralysis: તમારામાં તો સ્લીપ પેરાલિસિસના લક્ષણ નથી ને?
Sleep Paralysis: તમારામાં તો સ્લીપ પેરાલિસિસના લક્ષણ નથી ને?

સ્લીપ પેરાલિસિસના લક્ષણો | symptoms of sleep paralysis

  • શ્વાસ લેવામાં તકલીફ
  • એવો અનુભવ થાય કે તમે મરી જશો
  • પરસેવો સ્નાયુમાં દુખાવો
  • એવું લાગશે કે કંઈક તમને નીચે ધકેલી રહ્યું છે
  • રૂમમાં કોઈ હોય તેવી લાગણી
  • માથાનો દુખાવો
  • રાત્રે ઊંઘો ત્યારે પલંગ હલે
  • ચાદર ખેંચાય એવું લાગે..
Sleep Paralysis: તમારામાં તો સ્લીપ પેરાલિસિસના લક્ષણ નથી ને?
Sleep Paralysis: તમારામાં તો સ્લીપ પેરાલિસિસના લક્ષણ નથી ને?

સ્લીપ પેરાલિસિસના દર્દીઓ સામાન્ય રીતે 14 થી 17 વર્ષની વયના હોય ત્યારે પ્રથમવાર આ અનુભવ કરે છે. સ્લીપ પેરાલિસસ એક એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિને એવું લાગે છે કે હું ભાનમાં છુ અને એનું શરીર ડોલી રહ્યું છે. ભર ઊંઘમાં હોવ ત્યારે અને ઊંઘ ઉડ્યા પછી અનેક નાની-મોટી સમસ્યાઓ થતી હોય છે. આ સ્થિતિ થોડા સમય માટે જ હોય છે અને થોડી મિનિટો પછી વ્યક્તિ નોર્મલ થઇ જાય છે. આમ આ એક ગંભીર બીમારી છે, પરંતુ એનાથી ડરવાની કોઇ જરૂર નથી. તમે તમારા મગજને હેલ્ધી અને શાંત રાખો છો તો આ બીમારી પર સરળતાથી કંટ્રોલ કરી શકો છો.

સ્લીપ પેરાલિસિસનો ઇલાજ કેવી રીતે કરવો | cure sleep paralysis

  • તમારા જીવનમાં તણાવ ઓછો કરો
  • નિયમિત વ્યાયામ કરો પરંતુ સૂવાના સમયે નહીં
  • પૂરતો આરામ કરો
  • સારી અને સંપૂર્ણ ઊંઘ લો
  • કોઈપણ પરિસ્થિતિમાં તમારી ગમતી બાજુ પર સૂઈ જવાનું ટાળો
  • પીઠ પર સૂવાનું ટાળો

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો