HomeBreaking NewsSwatiMaliwal :   સ્વાતી માલીવાલ સાથે કથિત ગેરવર્તણુક મામલે કેજરીવાલના પીએ વિભવ કુમારની...

SwatiMaliwal :   સ્વાતી માલીવાલ સાથે કથિત ગેરવર્તણુક મામલે કેજરીવાલના પીએ વિભવ કુમારની અટકાયત, AAP એ 13 મેં નો વધુ એક વિડિયો રીલીઝ કર્યો   

SwatiMaliwal : દિલ્હીમાં રાજનીતિનું દંગલ શરુ થયું છે, આમ આદમી પાર્ટીની રાજ્યસભા સાંસદ અને આમ આદમી પાર્ટી વચ્ચે રીતસરની લડાઈ શરુ થઇ ગઈ છે, સમગ્ર ઘટના મામલે અરવિંદ કેજરીવાલના PA વીભવ કુમારની દિલ્હી પોલીસે અટકાયત કરી છે, અને પુછપરછ માટે પોલીસ સ્ટેશન લઇ ગઈ છે, આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીએ વધુ એક વિડીયો રીલીઝ કર્યો છે, અને જેને લઈને સ્વાતી માલીવાલના આરોપો પર આમ આદમી પાર્ટીએ વળતા પ્રહારો કર્યા છે.        

SwatiMaliwal :  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે 13 મેના રોજ થયેલા હુમલાના કેસનો ભોગ બનેલી આમ આદમી પાર્ટી (AAP) સાંસદ સ્વાતિ માલીવાલનો મેડિકલ રિપોર્ટ આવી ગયો છે. રિપોર્ટમાં 4 તસવીરો સાથે સ્વાતિની આંખ અને પગ પર ઈજાના નિશાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે 16 મેના રોજ રાત્રે લગભગ 11 વાગ્યે સ્વાતિના એઈમ્સમાં મેડિકલ તપાસ કરાવી હતી.

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર કથિત હુમલાના કેસમાં વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સીએમ આવાસના સીસીટીવી કેમેરાના ફૂટેજનો છે, જે હવે જાહેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે મહિલા ગાર્ડ સ્વાતિ માલીવાલને સીએમ આવાસની બહાર લાવી રહી છે, આ દરમિયાન તે મહિલા સુરક્ષા ગાર્ડનો હાથ છોડાવતી જોવા મળી રહી છે.

SwatiMaliwal

આ વીડિયો 13 મેનો હોવાનું કહેવાય છે, જે દિવસે સીએમ આવાસ પરથી પીસીઆર કોલ કરવામાં આવ્યો હતો. સ્વાતિ માલીવાલે સીએમ અરવિંદ કેજરીવાલના પીએ વિભવ કુમાર પર મારપીટ અને અપશબ્દ બોલવાનો આરોપ લગાવ્યો હતો.

SwatiMaliwal :   વિભવ કુમારે સ્વાતિ માલીવાલ સામે પણ ફરિયાદ નોંધાવી હતી

SwatiMaliwal

SwatiMaliwal :   નોંધનીય છે કે ગઈકાલે જ વિભવ કુમારે સ્વાતિ માલીવાલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે સ્વાતિ માલીવાલ 13 મેના રોજ સુરક્ષાનો ભંગ કરીને મુખ્યમંત્રીના આવાસમાં અનધિકૃત રીતે પ્રવેશ કર્યો હતો. આ પછી તે ડ્રોઈંગ રૂમમાં આવ્યો અને હંગામો મચાવ્યો. ફરિયાદમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે વિભવ કુમાર સામેના આરોપો ખોટા છે અને તેમણે સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કરી નથી.   

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments