Bishkek Kyrgyzstan : કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં ગત મોડી રાતે (17મે)ના રોજ ભારતીય અને પાકિસ્તાનના વિદ્યાર્થીઓ સાથે સ્થાનિક વિધાર્થીઓએ મારપીટ કર્યાની ઘટના સામે આવી છે, સ્થાનિક લોકો વિધાર્થીઓની હોસ્ટેલમાં ઘૂસી ગયા જ્યાં ભારતીય, પાકિસ્તાન અને બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ રહેતા હતા. હિંસામાં અનેક વિદ્યાર્થી ઘાયલ થયા છે. સુત્રોનું માનીએ તો 3 પાકિસ્તાની વિધાર્થીઓના મોત પણ થયાનું સામે આવ્યું છે
Bishkek Kyrgyzstan : હિંસા ફાટી નીકળવાનું કારણ શું છે?
Bishkek Kyrgyzstan : કિર્ગિસ્તાનમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓ વિરુદ્ધ હિંસાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેટલાક ઇજિપ્ત અને અરબ વિદ્યાર્થીઓની સ્થાનિક લોકો સાથે ઝઘડો થયો હતો અને આરબ વિદ્યાર્થીઓએ સ્થાનિક લોકોને માર માર્યો હતો. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ માટે પાકિસ્તાની વિદ્યાર્થીઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા અને સ્થાનિક લોકોએ પાકિસ્તાની વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો.
Bishkek Kyrgyzstan : સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવેલા હુમલામાં ત્રણ પાકિસ્તાની વિદ્યાર્થીઓને નિર્દયતાથી મારવામાં આવ્યો હતો. અન્ય ઘણા વિદ્યાર્થીઓને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. સ્થાનિક લોકોએ વિદ્યાર્થીઓની હોસ્ટેલ પર હુમલો કર્યો હતો અને વિદ્યાર્થીઓને માર માર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જે હોસ્ટેલમાં હુમલો થયો ત્યાં ઘણા ભારતીય અને બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ પણ રહે છે. આવી સ્થિતિમાં આ વિદ્યાર્થીઓ માટે પણ ખતરો છે.
Bishkek Kyrgyzstan : કિર્ગીસ્તાનમાં હિંસાને લઈને ભારત પણ સતર્ક છે. શનિવારે, વિદેશ મંત્રી એસ જયશંકરે કિર્ગિસ્તાન કેસમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓ પર હુમલો કરવા પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે લખ્યું કે, ‘બિશકેકમાં ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે હાલ પરિસ્થિતિ શાંત છે. વિદ્યાર્થીઓને એમ્બેસી સાથે નિયમિત સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.
કિર્ગીસ્તાનમાં ભારતીય દૂતાવાસે લખ્યું કે, ‘અમે અમારા વિદ્યાર્થીઓના સંપર્કમાં છીએ. હાલમાં પરિસ્થિતિ શાંત છે, પરંતુ વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ હાલ પૂરતું ઘરની અંદર જ રહે અને કોઈપણ સમસ્યાના કિસ્સામાં દૂતાવાસનો સંપર્ક કરે. અમારો 24×7 સંપર્ક નંબર 0555710041 છે.
Bishkek Kyrgyzstan : પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે X પર એક પોસ્ટ લખીને આ મામલે ચિંતા વ્યક્ત કરી છે. તેણે લખ્યું કે, ‘કિર્ગિસ્તાનના બિશકેકમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓ સાથે સંકળાયેલી ઘટના અંગે હું ચિંતિત છું. મેં પાકિસ્તાની રાજદૂતને જરૂરી મદદ અને સહાયતા આપવાનો નિર્દેશ આપ્યો છે. મારી ઓફિસ પણ એમ્બેસી સાથે સંપર્કમાં છે અને સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો