surya namskar : ગુજરાતીઓએ બનાવ્યો એવો વર્લ્ડ રેકોર્ડ કે પીએમ મોદી પણ થઈ ગયા ખુશ  

0
276
Surya Namskar
Surya Namskar

surya namskar :  વર્ષ 2023ના છેલ્લો દિવસ  31 ડિસેમ્બરને  ઉજવીને લોકોએ આગામી વર્ષ 2024નું આજે  હર્ષોલ્લાસ સાથે સ્વાગત કર્યું છે.   નવા વર્ષના પ્રથમ દિવસ 1 જાન્યુઆરીએ  લોકો મંદિરમાં પૂજા અર્ચના કરીને દિવસની શરૂઆત કરતા હોય છે ત્યારે આજે આ નવા વર્ષના પ્રસંગે  ગુજરાતમાં લોકોએ (surya namskar) સૂર્ય નમસ્કાર કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો હતો. ખાસ વાત એ છે કે ગુજરાતવાસીઓએ એક સાથે સૂર્ય નમસ્કાર કર્યા જેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી વખાણ કર્યા હતા.

Surya Namskar

મોઢેરા સૂર્યમંદિર ગુજરાતના પાટણથી 30 કિલોમીટર દક્ષિણમાં મોઢેરા ગામમાં આવેલું છે. આ મંદિરમાં નવા વર્ષની સવારે સૂર્ય નમસ્કાર (surya namskar) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ભાગ લીધો હતો.

surya namskar : ગુજરાતના સૂર્ય મંદિરમાં બન્યો વર્લ્ડ રેકોર્ડ 

Surya Namskar


ગિનીશ વર્લ્ડ રેકોર્ડના ઈન્સ્પેક્ટર સ્વપ્નિલ ડાંગરીકર પણ મોઢેરા પહોંચ્યા હતા. જે સૂર્ય નમસ્કાર કરતા મહત્તમ લોકોનું નિરીક્ષણ કરવા આવ્યા હતા. તેમને કહ્યું કે આ એક નવો રેકોર્ડ છે, આ પહેલા કોઈએ આ રેકોર્ડ તોડવાનો પ્રયાસ કર્યો નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પુરાવાઓની તપાસ કર્યા બાદ સ્પષ્ટ થાય છે કે આટલી મોટી સંખ્યામાં એકસાથે સૂર્ય નમસ્કાર કરીને નવો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

Surya Namskar

ગુજરાતના સૂર્યમંદિર ખાતે સુર્ય નમસ્કાર કરી વલ્ડ રેકોર્ડ સ્થાપવા પર પીએમ મોદીએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યુ- ગુજરાતે એક ઉલ્લેખનીય ઉપલબ્ધિની સાથે 2024નું સ્વાગત કર્યુ છે- 108 સ્થાનો પર એકસાથે સૌથી વધુ લોકો દ્વારા સૂર્ય નમસ્કાર કરવાનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. જેમ કે આપણે બધા જાણીએ છીએ, આપણી સંસ્કૃતિમાં 108 અંકનું વિશેષ મહત્વ છે.

 
તેમણે વધુમાં કહ્યું, “સ્થળોમાં પ્રતિષ્ઠિત મોઢેરા સૂર્ય મંદિરનો સમાવેશ થાય છે, જ્યાં ઘણા લોકોએ ભાગ લીધો હતો. આ ખરેખર યોગ અને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાનો સાચો પુરાવો છે. હું તમને બધાને સૂર્ય નમસ્કારને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવવા વિનંતી કરું છું. સુર્ય નમસ્કારના ઘણા ફાયદા છે.

તમે આ પણ વાંચી શકો છો

ISRO :  નવા વર્ષેનો પહેલો દિવસ  જ ભારત માટે બન્યો ગૌરવનો દિવસ