Japan Earthquake :  જાપાનમાં મોટો ભૂકંપ, ભારતીયો માટે જાહેર કરાયો ઇમરજન્સી નંબર  

0
161
Japan Earthquake
Japan Earthquake

Japan Earthquake :  પશ્ચિમ જાપાનમાં 7.5ની તીવ્રતાના ભૂકંપના ઝટકા અનુભવાયા છે. આ ભૂકંપના આંચકા ઉત્તર મધ્ય જાપાનમાં અનુભવાયા હતા. ભૂકંપ આવતાંની સાથે જ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. સુનામી ચેતવણીએ લોકોને શક્ય તેટલી વહેલી તકે ઇશિકાવા, નિગાતા, તોયામા અને યામાગાતા પ્રીફેક્ચરના દરિયાકાંઠાના વિસ્તારો છોડી દેવા જણાવ્યું હતું. ઈશિકાવામાં નોટો પ્રાયદીપ પાસે દરિયામાંથી 5 મીટર સુધીના મોજા ઉછળવાની સંભાવના છે.

Japan Earthquake

Japan Earthquake : જાપાનમાં ભારતીય દૂતાવાસે ગંભીર ભૂકંપ અને સુનામીની ચેતવણી બાદ ભારતીય નાગરિકો માટે ઈમરજન્સી સંપર્ક નંબર જારી કર્યા છે.   સોમવારે ઉત્તર-મધ્ય જાપાનમાં આવેલા 7.6ની તીવ્રતાના ભૂકંપ બાદ જાપાનના દરિયાકાંઠાના ઘણા ભાગોમાં સુનામીના મોજા ઉછળ્યા હતા અને તાત્કાલિક સ્થળાંતર કરવાની ચેતવણી જારી કરવામાં આવી છે. કે  શક્તિશાળી ભૂકંપ બાદ સુનામીના મોજાઓ આવી શકે છે.

Japan Earthquake

Japan Earthquake :  નવા વર્ષના પ્રથમ દિવસે ટોક્યો અને કેન્ટો વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઇશિકાવા, નિગાતા, ટોયામા અને યામાગાટા પ્રાંતના તટિય ક્ષેત્રોને છોડી દેવા આદેશ કરાયા છે.  ઇશિકાવાના નોટો વાજિમા બંદર પર 1.2 મીટરથી વધુ ઊંચા મોજાઓ ઉછળ્યાં હતા. તંત્ર દ્વારા સુનામીની ચેતવણી જારી કરી  દરિયાકાંઠાના વિસ્તારોને ઝડપથી ખાલી કરવા તાકીદ કરવામાં આવી હતી.

Japan Earthquake :  જાપાનમાં સુનામીના મોજા ઉછળવા લાગ્યા


જાપાનમાં સ્થાનિક સમય અનુસાર સાંજે 4:21 વાગ્યે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. આ પછી, તોયામા પ્રાન્તમાં સાંજે 4:35 વાગ્યે 80 સેમીના મોજા દરિયાકાંઠે અથડાયા અને પછી 4:36 વાગ્યે મોજા નિગાતા પ્રાન્તમાં પહોંચ્યા હતા. અગાઉ 28 ડિસેમ્બરે જાપાનમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.  

Japan Earthquake

Japan Earthquake  :  રેલવે સ્ટેશન પર ઉભેલી બુલેટ ટ્રેનો ધ્રૂજવા લાગી


જાપાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા બાદ ઈશિકાવા પ્રાંતના રેલવે સ્ટેશન પર ઉભી રહેલી બુલેટ ટ્રેન ધ્રૂજવા લાગી હતી, જેના પછી સ્ટેશન પર હાજર લોકો ડરી ગયા. આ ઘટના સાથે સંબંધિત વીડિયો રશિયન ન્યૂઝ RT દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સ્ટેશન પર ઉભી રહેલી ટ્રેનો ખૂબ જ ખરાબ રીતે ધ્રૂજી રહી છે.

Japan Earthquake :  જાપાનમાં ઘરોમાં વીજળી ગઈ


જાપાનમાં આવેલા જોરદાર ભૂકંપ બાદ હોકુરીકુ ઈલેક્ટ્રોનિક પાવર કંપનીએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું કે ભૂકંપ બાદ 36,000થી વધુ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. અમે હાલમાં પાવર પ્લાન્ટ પર આ ભૂકંપની અસરની તપાસ કરી રહ્યા છીએ.

તમે આ પણ વાંચી શકો છો

surya namskar : ગુજરાતીઓએ બનાવ્યો એવો વર્લ્ડ રેકોર્ડ કે પીએમ મોદી પણ થઈ ગયા ખુશ


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.