suratmla: સુરતમાં પ્રફુલ પાનસેરિયા (suratmla) સહિત ત્રણ નેતાઓના નામના બાંકડા સુરતથી લગભગ 500 કિલોમીટર દૂર રાજકોટ જિલ્લાના જૂના પીપળીયા ગામમાં કઈ રીતે પહોંચી જતા ભારે ચર્ચાઓ જોવા મળી રહી છે. વિપક્ષના કોર્પોરેટરે આ ઘટનાને મુદ્દો બનાવી શાસક પક્ષ પર આક્ષેપ કરતાં કહ્યું કે “પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી શાસન છતાં પણ બાંકડાની ગ્રાન્ટ મળતી નથી?”
પ્રફુલ પાનસેરીયાની ગ્રાન્ટમાંથી ખરીદેલા 6 બાંકડા રાજકોટમાં મળ્યા
મહાનગરપાલિકા દ્વારા પ્રજાની સુવિધા માટે ફાળવવામાં આવેલા બાંકડાઓના ખાનગી દુરુપયોગના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં પણ સામે આવ્યા છે ત્યારે આ નવા વિવાદે સૌને ચોંકાવી દીધા છે. કામરેજના ધારાસભ્ય (suratmla) પ્રફુલ પાનસેરીયાની ગ્રાન્ટમાંથી ખરીદવામાં આવેલા છ બાંકડા છેક રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના જૂના પીપળીયા ગામમાં મળી આવતા ખળભળાટ મચી ગયો છે.

વિપક્ષના કોર્પોરેટરે બાંકડાના વાઈરલ ફોટો જાહેર
કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનસેરીયાની ગ્રાન્ટમાંથી ખરીદાયેલા આ બાંકડા રાજકોટના જસદણ તાલુકાના જૂના પીપળીયા ગામમાં જોવા મળ્યાના આક્ષેપ સાથે વિપક્ષના કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ વાઈરલ ફોટોગ્રા+ફ્સ જાહેર કર્યા હતા. કોર્પોરેટર સુહાગિયાનો આક્ષેપ છે કે, સુરતના વોર્ડ નંબર-17માંથી ગત મહાનગરપાલિકાની ચૂંટણી લડેલા ભાજપના ઉમેદવાર ભરત વડાદોરીયાએ આ બાંકડા પોતાના વતન જૂના પીપળીયા ખાતે પોતાના ઘરે મોકલી દીધા હતા.
20 વર્ષ બાદ કેમ એકસાથે આવ્યા ઠાકરે ભાઈઓ?