Home Gujarat Vadodara VADODARA : 6 જિલ્લાના ધારાસભ્યોએ કલેક્ટરને સૂચનો કર્યા#VadodaraElection #VoterListUpdate #DistrictCollectorVadodara #AnilDhamelia

VADODARA : 6 જિલ્લાના ધારાસભ્યોએ કલેક્ટરને સૂચનો કર્યા#VadodaraElection #VoterListUpdate #DistrictCollectorVadodara #AnilDhamelia

0
448

VADODARA : 6 જિલ્લાઓના ધારાસભ્યો સાથે મતદાર યાદી સુધારણા અંગે વિશિષ્ટ સેમિનાર યોજાયો

આજે જિલ્લા ચૂંટણી અધિકારી (DISTRICT ELECTION OFFICER) અને કલેક્ટર (COLLECTOR – VADODARA) ડો. અનિલ ધામેલિયાની અધ્યક્ષતામાં સરકીટ હાઉસ ખાતે વડોદરા સહિત છ જિલ્લાના ધારાસભ્યો (6 DISTRICT MLA) માટે ‘મતદાર યાદી સુધારણા’ અંગે સેમિનાર યોજાયો હતો. જેમાં વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, પંચમહાલ અને દાહોદ જિલ્લાના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં ધારાસભ્યોએ પોતાના વિધાનસભા મત વિસ્તારના વિવિધ સૂચનો કર્યા હતા.

VADODARA

VADODARA :મતદારોના પ્રશ્નોના નિકાલ અંગે ઉકેલના વધારે રસ્તાઓ મળશે

પ્રાસંગિક ઉદબોધન વેળા વડોદરાના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે, આ સેમિનારથી મતદાર યાદી સુધારણા સંદર્ભે જનપ્રતિનિધિઓના લોકસંપર્ક અને અનુભવનો સહકાર મળવાથી કામગીરીની અસરકારકતામાં વધારો થશે. આ વિષય પર જનપ્રતિનિધિઓ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા અને રચનાત્મક સૂચનો દ્વારા મતદારોના પ્રશ્નોના નિકાલ અંગે ઉકેલના વધારે રસ્તાઓ મળશે, તેમ ડો. અનિલ ધામેલિયાએ ઉમેર્યું હતું.

યોગ્ય ઉકેલ લાવવા માટે સંનિષ્ઠ પ્રયાસોની ખાતરી આપી

મતદાર યાદી સુધારણા અંગેના સેમિનારમાં ધારાસભ્યોએ મતદાર યાદી અને મતદાન મથક સંદર્ભે રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અંગે હકારાત્મક વલણ દાખવીને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ ધારાસભ્યશ્રીઓને ચૂંટણી પંચની જોગવાઈઓથી માહિતગાર કર્યા હતા તેમજ તેમના પ્રશ્નોનું વૈધાનિક જોગવાઈઓની મર્યાદામાં યોગ્ય ઉકેલ લાવવા માટે સંનિષ્ઠ પ્રયાસોની ખાતરી આપી હતી. મતદાર યાદી સુધારણા સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટેના તમામ સૂચનો પર કામ કરીશું અને ચૂંટણી પંચનું ધ્યાન દોરીશું, તેમ ડો. અનિલ ધામેલિયાએ ઉમેર્યું હતું.

VADODARA

VADODARA :સંકલન અંગે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી

વડોદરા જિલ્લાના માસ્ટર ટ્રેનર અધિકારી દક્ષેણ મકવાણા દ્વારા ‘મતદાર યાદી’ તેમજ વી. કે. સાંબડ દ્વારા ‘મતદાન મથક’ વિષય પર તમામ પાસાઓને આવરીને વિસ્તૃત અને ઝીણવટપૂર્વક માહિતી પ્રસ્તુતિકરણથી સમજાવવામાં આવી હતી. ચૂંટણી પંચનું માળખું, મતદાર યાદી અને મતદાન મથક સંદર્ભે કાયદાકીય જોગવાઈઓ, અધિકારીઓની ભૂમિકા, જિલ્લા ચૂંટણી અધિકારી તંત્ર દ્વારા થતી કામગીરી તેમજ બુથ લેવલ ઓફિસર અને બુથ લેવલ એજન્ટ વચ્ચેના સંકલન અંગે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી. મહત્વનું છે કે, મુખ્ય ચૂંટણી અધિકારીના પત્રથી જાહેર હિસાબ સમિતિની બેઠકની ભલામણ અનુસાર ધારાસભ્યોને મતદારયાદી સુધારણા અંગે જરૂરી માહિતીથી અવગત કરવા માટે ઝોનવાર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

VADODARA
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે



: VADODARA : 6 જિલ્લાના ધારાસભ્યોએ કલેક્ટરને સૂચનો કર્યા#VadodaraElection #VoterListUpdate #DistrictCollectorVadodara #AnilDhamelia


રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે