ઉધના વિસ્તારમાં ઝૂમ બરાબર ઝૂમ – દેશી દારૂના અડ્ડાથી સ્થાનિકો પરેશાન

0
48

ગુજરાતમાં બુટલેગરો જાણે દારુબંધી ના ધજાગરા ઉડાડતા હોય તેવા કિસ્સાઓ વારંવાર સામે આવતા હોય છે પરંતુ સુરતના ઉધના વિસ્તારમાં આવેલા લુહાર નગરમાં ચાલતા દેશી દારૂના અડ્ડાથી સ્થાનિક લોકો પરેશાન થઈ ગયા છે. આ વિસ્તારમાં બુટલેગરો અને દારૂ પીધા બાદ દારૂડિયાઓ લોકોના ઘરમાં ઓટલા પર સૂઈ અડ્ડો જમાવે છે . ક્યારેક તો તે ઘરમાં ઘૂસીને બબાલ પણ કરતાં હોવાના આક્ષેપ મહિલાઓ કરી રહી છે .

સ્થાનિકો જણાવી રહ્યા છેકે બુટલેગરો અને દારૂડિયાઓની આવી હરકતોના કારણે અમે પોલીસને જાણ કરીએ છીએ.પરંતુ દારૂડિયા પર કાર્યવાહી કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે . સ્થાનિકોએ વીડીઓમાં જોઈ શકાય છેકે દારૂડિયાઓને પોતાના વિસ્તારમાંથી ભગાડતા હોય તેવા દ્રશ્યો છે. ત્યારે ગુજરાતમાં દારુબંધીને લઈને કડક કાયદાઓ છે તેનો અમલ ક્યારે થશે
રાજ્યમાં અનેક જગ્યાએથી બુટલેગરો અને વારંવાર દારૂ પકડાવવાના સમાચાર અને સ્થાનિકોની ઉગ્ર રજૂઆત ના સમાચાર આવતા હોય છે .

તાજેતરમાં રાજકોટમાં ઘરની બહાર બોર્ડ લાગ્યા હતા કે દારૂ બાજુમાં મળે છે અહી પૂછવું નહિ to ક્યારેક દારૂ અહી નથી મળતો તેવા સૂચક બોર્ડ પણ જોવા મળેછે ત્યારે સ્થાનિક તંત્ર ની જાણ બહાર દારૂ વેચાતો હશે કે તંત્રની મિલીભગત તે સામાન્ય નાગરિક ઘણી સારી રીતે સમજે છે.

ગુજરાતમાં સ્ટેટ મોનીટરીંગ સેલ અનેક જગ્યાએ દરોડા પાડીને કરોડો રૂપિયાનો દારૂ ઝડપી પડતું હોય છે ત્યારે સ્થાનિક તંત્ર ઊંઘતું હોય છે આ સમગ્ર ઘટનાથી . ત્યારે અનેક સવાલો ઉભા થતા હોય છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ