વાવાઝોડા ની ચેતવણી વચ્ચે સાગરખેડુએ દરિયો ખેડ્યો-મરીન પોલીસે ઝડપ્યો

0
50

વાવાઝોડા ને કારણે દરિયા નજીકમ જવાની માની છે સલાયાના દરિયામાંથી હોડી સાથે સાગરખેડુ પકડાયો

રાજ્યમાં હાલ વાવાઝોડા ની ચેતવણી વચ્ચે દરિયાકાંઠે તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. ત્યારે જામ ખંભાળિયાના સલાયા બંદર પર દરિયામાંથી  હોડી સાથે સાગરખેડુ પકડાયો હતો. વાવાઝોડા ની ચેતવણી વચ્ચે સાગરખેડુએ દરિયો ખેડ્યો અને ગેરકાયદેસર માછીમારી કરતો હોવાનું સામે આવ્યું છે .આ સાગરખેડુને બોટ સાથે પકડીને સલાયા મરીન પોલીસે ગુનો નોંધ્યો…

અહી ઉલ્લેખનીય છેકે બિપરજોય વાવાઝોડું જ્યાંથી પસાર થયું તે વિસ્તારમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. કેરળની નજીકથી પસાર થતા દરિયાકાંઠે ભારે વરસાદના સમાચાર મળી રહ્યા છે. કેરળમાં 75 ટકા વિસ્તારમાં ચોમાસું પ્રવેશી ચુક્યું છે અને ભારે વરસાદ થઇ રહ્યો છે.પોર્ટબ્લેર અને લક્ષદ્વીપમાં ભારે વરસાદના સમાચાર મળી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 140 mmરહી વધુ વરસાદ વરસ્યો છે.

હવામાન ખાતાના અનુમાન અનુસાર આજે પણ આ ટાપુઓ પર ભારે વરસાદ વરસી શકે છે.  બીજી તરફ બંગાળની ખડી પર ચોમાસાના છવાતા પૂર્વોત્તર રાજ્યોમાં આગામી 24 કલાકમાં ચોમાસું પહોંચી શકે છે. બિપરજોય વાવાઝોડું જે રાજ્યની નજીકથી પસાર થઇ રહ્યું છે ત્યાં ભારે પવન અને વરસાદ વરસી શકે છે. ગુજરાતની વાત કરીએ તો બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ત્રાટકશે કે ફંટાઈ જશે તે હાલ કહેવું મુશ્કેલ છે ,

ગાંધીનગર કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર જો મુંબઈ કે ગુજરાતના દરિયા કાંઠે આગળ વધેતો ગુજરાત માટે આગામી બે દિવસ જોખમી છે અને જો પાકિસ્તાન તરફ ફંટાશે તો પણ ભારે વરસાદ ગુજરાતમાં આવશે. અને 10-૧૧જુને વરસાદની શક્યતાઓ વધી જશે. ભારતીય હવામાન વિભાગે કેરળમાં સત્તાવાર ચોમાસાની જાહેરાત કરીછે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ 75 થી 80 ટકા વિસ્તારમાં વરસાદના સમાચાર છે.

ગુજરાત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ ગરમી અને ભેજમાં વધારો થશે અને સૌરાષ્ટ અને દક્ષીણ ગુજરાતના દરિયા કાંઠે આવતીકાલથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી શકે છે……

વધુ સમાચાર માટે જોતા રહો VR LIVE

સમાચારની અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.