Home State Gujarat Surat Textile Hub on Fire: મિલેનિયમ માર્કેટમાં ભીષણ આગથી અફરાતફરી, ધુમાડાના ગોટેગોટા...

Surat Textile Hub on Fire: મિલેનિયમ માર્કેટમાં ભીષણ આગથી અફરાતફરી, ધુમાડાના ગોટેગોટા વચ્ચે 3 દુકાનો ખાખ

0
258
Surat Textile Hub on Fire
Surat Textile Hub on Fire

Surat Textile Hub on Fire: ટેક્સટાઈલ સિટી સુરતનો રિંગ રોડ વિસ્તાર આજે બપોરે આગની દુર્ઘટનાથી ધણધણી ઉઠ્યો હતો. કમેલા દરવાજા પાસે આવેલી પ્રખ્યાત મિલેનિયમ માર્કેટ-1 માં ભીષણ આગ ફાટી નીકળતા રિંગ રોડ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ લાખોનો માલ બળીને ખાખ થઈ ગયો છે.

Surat Textile Hub on Fire: ક્યાંથી શરૂ થઈ આગ?

માર્કેટના પહેલા માળે આવેલી દુકાન નંબર 69-71 (વૈષ્ણવી ક્રિએશન) માં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. દુકાનમાં કાપડનો મોટો જથ્થો હોવાને કારણે આગે પળવારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને જોતજોતામાં આસપાસની અન્ય ત્રણ દુકાનોને પણ ઝપેટમાં લઈ લીધી હતી. આકાશમાં ધુમાડાના કાળા ડિબાંગ ગોટા દેખાતા આસપાસના વિસ્તારમાં ફાળ પડી હતી.

Surat Textile Hub on Fire: ફાયર વિભાગની કામગીરી અને ગ્રીન કોરિડોર

આગની ગંભીરતાને જોતા ફાયર બ્રિગેડ દ્વારા બ્રિગેડ કોલ’ જાહેર કરવામાં આવ્યો હતો.

  • 14 થી વધુ ગાડીઓ: 7 અલગ-અલગ ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
  • પોલીસની મદદ: રિંગ રોડ પર ટ્રાફિક વધુ હોવાથી ફાયરની ગાડીઓ જલ્દી પહોંચી શકે તે માટે પોલીસે ગ્રીન કોરિડોર બનાવી રસ્તો ખાલી કરાવ્યો હતો.
  • વર્તમાન સ્થિતિ: ચીફ ફાયર ઓફિસર બસંત પરીખના જણાવ્યા અનુસાર, ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો છે.

Surat Textile Hub on Fire: વેપારીઓમાં ચિંતા: લાખોનું નુકસાન

પ્રાથમિક અનુમાન મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાય છે. લગ્નસરાની સીઝન હોવાથી દુકાનોમાં કાપડનો ભરપૂર સ્ટોક હતો. આગમાં કિંમતી કાપડ બળીને ખાખ થઈ જતા વેપારીઓને મોટું આર્થિક નુકસાન થયું છે. કેટલાક શ્રમિકો અને વેપારીઓ જીવના જોખમે માલ બચાવવા દોડતા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 શેરબજારમાં સતત બીજા દિવસે તેજી, સેન્સેક્સ 78,200 અને નિફ્ટી 24,300ને પાર

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે