HomeGujaratSurat Police Crackdown: સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં સપાટો, ૧૫૦૦થી વધુ હિસ્ટ્રીશીટરોની પરેડ,...

Surat Police Crackdown: સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં સપાટો, ૧૫૦૦થી વધુ હિસ્ટ્રીશીટરોની પરેડ, રહસ્યમય ‘વ્હાઇટ ટેન્ટ’ની ટ્રીટમેન્ટથી ગુનેગારો ધ્રૂજ્યા!

Surat Police Crackdown: સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવા અને અસામાજિક તત્વોમાં પોલીસનો ખોફ પેદા કરવા માટે સુરત પોલીસ દ્વારા એક અભૂતપૂર્વ અને ઐતિહાસિક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શહેરના અલગ-અલગ ઝોનમાંથી ૧,૫૦૦થી વધુ રીઢા ગુનેગારો અને હિસ્ટ્રીશીટરોને એકસાથે રાઉન્ડઅપ કરીને લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમની કડક પરેડ કરાવવામાં આવી હતી. આ સમગ્ર ઓપરેશન દરમિયાન ગ્રાઉન્ડ પર ઊભો કરાયેલો એક ખાસ ‘વ્હાઇટ ટેન્ટ’ સમગ્ર કટોકટી અને ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.

Surat Police Crackdown

Surat Police Crackdown: રહસ્યમય ‘વ્હાઇટ ટેન્ટ’ અને ગુનેગારોનો ફફડાટ

પોલીસ પરેડ ગ્રાઉન્ડના છેવાડે એક ખાસ ‘૧૬ બાય ૧૦’ સાઇઝનો સફેદ કાપડનો ટેન્ટ બનાવવામાં આવ્યો હતો. આ ટેન્ટમાં જતા પહેલા ગુનેગારોના બૂટ-ચપ્પલ બહાર કઢાવી લેવાતા હતા. નવાઈની વાત એ હતી કે, જ્યારે આરોપીઓ આ ટેન્ટની અંદર જતા ત્યારે સામાન્ય ચાલ સાથે એન્ટ્રી કરતા હતા, પરંતુ ગણતરીની સેકન્ડોમાં જ્યારે બહાર નીકળતા ત્યારે તેમની ચાલ બદલાઈ જતી હતી. ટેન્ટમાંથી બહાર નીકળતી વખતે કેટલાક ગુનેગારો લંગડાતા તો કેટલાક લંગડાઈને સીધા જમીન પર બેસી જતા નજરે પડ્યા હતા. અંદરથી આવતી ચીસો અને બૂમોના અવાજે ગ્રાઉન્ડ પર હાજર અન્ય ગુનેગારોના ધબકારા વધારી દીધા હતા. જોકે, આ સ્પેશિયલ ટ્રીટમેન્ટ અંગે કોઈ પોલીસ અધિકારી સત્તાવાર બોલવા તૈયાર નથી, પણ ગુનેગારોમાં પોલીસનો ભારે ખોફ જોવા મળ્યો હતો.

Surat Police Crackdown

Surat Police Crackdown: વહેલી સવારથી મેગા ઓપરેશન અને નાઇટ કોમ્બિંગ

સુરત પોલીસ કમિશનરના આદેશ અનુસાર, છેલ્લા બે મહિનાથી શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ નીચે લાવવા માટે મોડી રાત્રે ૨ થી ૪ વાગ્યાના સમયગાળામાં સઘન કોમ્બિંગ અને નાઇટ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ કડક ઝુંબેશના ભાગરૂપે વહેલી સવારથી જ સુરતના તમામ પોલીસ સ્ટેશનોની ટીમો સક્રિય થઈ હતી અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા ૧,૫૦૦થી વધુ શંકાસ્પદોને રાઉન્ડઅપ કરી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પરેડ ગ્રાઉન્ડ ખાતે લાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, છેલ્લા બે મહિનામાં રાત્રિ દરમિયાન છરી, તલવાર કે ગેરકાયદે હથિયારો સાથે ફરતા ૧,૦૦૦થી વધુ ગુનેગારો સામે જી.પી. એક્ટ ૧૩૫ (હથિયાર ધારા) હેઠળ ગુના નોંધી ધરપકડ કરાઈ છે.

Surat Police Crackdown

Surat Police Crackdown: ડિજિટલ પ્રોફાઇલિંગ અને ડોઝિયરડેટાબેઝ

સુરત પોલીસ માત્ર અટકાયત કરીને અટકી નથી, પરંતુ ભવિષ્યની સુરક્ષા માટે તમામ આરોપીઓનું પોલીસ સ્ટેશન લેવલે વિગતવાર ‘ડોઝિયર’ (Dossier) તૈયાર કરી રહી છે. આ ડિજિટલ પ્રોફાઇલિંગમાં ગુનેગારની કૌટુંબિક પૃષ્ઠભૂમિ, સગા-સંબંધીઓ અને સરકારી ઓળખપત્રો સહિતનો તમામ વ્યક્તિગત ડેટા લિંક કરવામાં આવ્યો છે. ખાસ કરીને અન્ય રાજ્યોમાંથી આવીને સુરતમાં ગુનો આચરી વતન ભાગી જતા ગુનેગારોને ટ્રેક કરવા માટે આ ડેટાબેઝ ભવિષ્યમાં પોલીસ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

Surat Police Crackdown

Surat Police Crackdown: ગ્રાઉન્ડ પર જ ઓન-ધ-સ્પોટ અટકાયતી કાયદાકીય પગલાં

આ સમગ્ર ઓપરેશનની સૌથી મોટી ખાસિયત એ હતી કે લાંબી કાયદાકીય પ્રક્રિયાના બદલે, કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ ૮ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની ટીમોને ગ્રાઉન્ડ પર જ તૈનાત કરવામાં આવી હતી. પકડાયેલા તમામ લોકો સામે ગ્રાઉન્ડ પર જ તાત્કાલિક અટકાયતી પગલાંની કાયદેસરની કામગીરી પૂરી કરવામાં આવી હતી.

Surat Police Crackdown

ક્રાઇમ બ્રાન્ચના એડી. સીપી કરણરાજ સિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ૮ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની ટીમો અત્યારે પોલીસ પરેડ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે તૈનાત છે, જે આ તમામ લોકો સામે આજે જ અટકાયતી પગલાંની કામગીરી કરશે. સુરતની સુરક્ષા, શાંતિ અને સલામતી માટે આ પ્રકારની કડક કાર્યવાહી ચાલુ રહેશે.”

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

દેડિયાપાડા ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ અંતર્ગત ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન’ યોજાયું: સાંસદ મનસુખભાઈ વસાવાની પ્રેરક ઉપસ્થિતિ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments