HomeGujaratSensational Heist in Rajkot: રાજકોટના શાપર-વેરાવળમાં સનસનાટીભરી ધાડ, ૭૭ વર્ષીય વૃદ્ધને બંધક...

Sensational Heist in Rajkot: રાજકોટના શાપર-વેરાવળમાં સનસનાટીભરી ધાડ, ૭૭ વર્ષીય વૃદ્ધને બંધક બનાવી ₹૨.૪૭ કરોડ રોકડા અને સોનાની લૂંટ, હથિયારધારી ટોળકી ફરાર

Sensational Heist in Rajkot: રાજકોટના ઔદ્યોગિક વિસ્તાર શાપર-વેરાવળમાં એક અત્યંત ચોંકાવનારી અને મોટી લૂંટની ઘટના સામે આવતા સમગ્ર જિલ્લામાં ભારે ખળભળાટ મચી ગયો છે. ૧૯ જૂનની મોડી રાત્રે આશરે ૧ વાગ્યાની આસપાસ એક પ્રતિષ્ઠિત વેપારી પરિવારના ૭૭ વર્ષીય વૃદ્ધને તેમના જ ઘરમાં બંધક બનાવીને ૫ થી ૭ જેટલા બુકાનીધારી શખસો ₹૨.૪૭ કરોડની રોકડ રકમ તેમજ આશરે ₹૨ લાખની કિંમતના સોનાના દાગીના લૂંટીને રફુચક્કર થઈ ગયા છે. ઘટનાની ગંભીરતાને જોતા રાજકોટ ગ્રામ્ય પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો તપાસમાં જોતરાયો છે.

Sensational Heist in Rajkot

Sensational Heist in Rajkot: મને મુક્કો મારીને પાડી દીધો, મોઢે ડૂચો દીધો” – ભોગ બનનારની આપવીતી

આ ઘટનામાં ભોગ બનનાર વિજેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા (ઉં.વ. ૭૭) એ ધ્રુજારી છૂટી જાય તેવી હકીકત જણાવતા કહ્યું કે, મોડી રાત્રે દરવાજો તૂટવાનો અવાજ આવતા હું જાગી ગયો હતો. જોયું તો ચાર-પાંચ જણા અંદર ઘૂસી આવ્યા હતા. હું કંઈ સમજી શકું તે પહેલા જ એક શખસે મને જોરથી મુક્કો મારીને નીચે પાડી દીધો અને બૂમાબૂમ ન કરું તે માટે મોઢે ડૂચો દઈ દીધો હતો.” લૂંટારુઓ ઘરમાંથી ₹૨ કરોડ ૪૭ લાખ રોકડા, ૨ લાખનું સોનું (૫ થી ૭ તોલા), એક રાઇફલ અને એક નાનો મોબાઇલ ફોન આંચકીને નાસી છૂટ્યા હતા. જાડેજા પરિવાર ખેતી, પેટ્રોલ પંપ તેમજ પ્લોટિંગના મોટા વ્યવસાય સાથે સંકળાયેલો છે.

Sensational Heist in Rajkot

Sensational Heist in Rajkot: આઈજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ સઘન તપાસ

કરોડોની લૂંટની કટોકટીભરી માહિતી મળતા જ રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાય અને રાજકોટ ગ્રામ્ય એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ રાત્રે જ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે આરોપીઓનું પગેરું મેળવવા માટે એલસીબી (LCB) અને સ્થાનિક પોલીસની અલગ-અલગ સ્પેશિયલ ટીમો બનાવીને નાકાબંધી કરી દીધી છે.

Sensational Heist in Rajkot

રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાયે જણાવ્યું હતું કે, શાપર-વેરાવળ વિસ્તારમાં રાત્રિના સમયે ધાડનો મોટો બનાવ બન્યો છે. આ કેસના મૂળ સુધી પહોંચવા અને વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવા માટે એફએસએલ (FSL), ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ્સની મદદ લેવામાં આવી છે. આસપાસના તમામ સીસીટીવી (CCTV) ફૂટેજ ખૂબ ઝીણવટપૂર્વક તપાસવામાં આવી રહ્યા છે અને વહેલામાં વહેલી તકે આરોપીઓને જેલભેગા કરવા પોલીસ એક્શનમાં છે.”

Sensational Heist in Rajkot

હાલ આ મામલે શાપર-વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે લૂંટ અને ધાડની કલમો હેઠળ ગુનો નોંધીને લૂંટારુ ટોળકીને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં સપાટો, ૧૫૦૦થી વધુ હિસ્ટ્રીશીટરોની પરેડ, રહસ્યમય ‘વ્હાઇટ ટેન્ટ’ની ટ્રીટમેન્ટથી ગુનેગારો ધ્રૂજ્યા!

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments