SURAT NEWS : સુરતમાં આજે સવારે એક સનસનીખેજ મોતની ઘટના સામે આવી છે, એક જ પરિવારના ચાર સભ્યોના ઘરમાંથી મૃતદેહો મળી આવતા લોકોમાં અનેક તર્ક વિતર્ક સજાર્યા છે. શહેરની જહાંગીપુરાન રાજહંસ રેસિડેન્સીમાં આ ચાર લોકોએ આત્મહત્યા કર્યા હોવાની વાત ચર્ચાઇ રહી છે. હાલમાં પોલીસ કાફલો ઘટના સ્થળો પહોંચ્યો છે અને તપાસ કરી રહ્યાં છે.

SURAT NEWS : સુરતના જહાગીરપુરા વિસ્તારમાં પતિ-પત્ની અને બે સાળી રાત્રે સૂતા બાદ સવારે ઊઠ્યા જ નહીં. ચારેયે સામૂહિક આપઘાત કર્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે, તપાસ ચાલુ છે. ચારેય મૃતકો રાત્રે રસ-પૂરી જમ્યા હતા અને બાદમાં સૂતા હતા. જેમાં એક મહિલાએ વોમિટિંગ કર્યાના નિશાન પણ જોવા મળ્યા છે. ત્યારે આ ઘટના સામુહિક આપઘાતની છે કે ફૂડ પોઈઝનિંગથી ચારેયના મોત થયા છે તે કહેવું હાલ મુશ્કેલ છે.
ઘરમાં ગેસ ગીઝર પણ ચાલુ હતું તો ગેસ ગૂંગળામણથી મોત થયાની શક્યતા પણ જોવાઇ રહી છે. પોલીસે સાચુ કારણ જાણવા માટે એફએસએલની મદદ લીધી છે. હાલ ચારેયના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. ઘટનાને લઈને રાજ રેસિડેન્સી એપાર્ટમેન્ટમાં સોંપો પડી ગયો છે.

SURAT NEWS : મૃતકની બે બહેનો અને બનેવી ખબર કાઢવા આવ્યા હતા
પોલીસે જણાવ્યું હતું કે ફ્લેટમાં ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા છે જેમાં મરણ જનારમાં એક જશુંબેન છે તે પોતે ઘર માલિક છે. બાકી 3 લોકોમાં બે એમની બહેનો છે અને એક એમના બનેવી છે. પ્રાથમિક તપાસમાં જશુબેનના છોકરાનું ઓપરેશન કરાવ્યું હતું એની ખબર કાઢવા માટે એ લોકો આવ્યા હતા અને રાતે એમના છોકરાને ત્યાં એ લોકો જમ્યા હતા બધા સાથે જમ્યા બાદ રાતે ઉપર આવીને સુઈ ગયા હતા.

SURAT NEWS : મૃતકોના નામ
- જશુબેન કેશવભાઈ વાઢેર (ઉં.વ.58)
- શાંતુબેન વાઢેર (ઉં.વ.55)
- ગૌબેન હીરાભાઈ વાઢેર (ઉં.વ. 55)
- હીરાભાઈ દાનભાઈ મેવાડા (ઉં.વ. 60)
SURAT NEWS : સુરતમાં ત્રણ મહિનામાં બીજો સામૂહિક આપઘાતનો બનાવ
સુરતના લિંબાયત વિસ્તારમાં ત્રણ મહિના પહેલાં એક જ પરિવારના ત્રણ સભ્ય દ્વારા સામૂહિક આપઘાત કરવામાં આવ્યો હતો. પતિ દ્વારા પત્ની અને દીકરાને ઝેરી દવા પિવડાવ્યા બાદ પતિએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ રાત્રિના ત્રણેક વાગ્યાની આસપાસ બન્યો હતો.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો