Home State Gujarat Surat Horror on Camera: સુરતમાં કંપારી છૂટી જાય તેવો હત્યાકાંડ, જહાંગીરપુરામાં ૬૦...

Surat Horror on Camera: સુરતમાં કંપારી છૂટી જાય તેવો હત્યાકાંડ, જહાંગીરપુરામાં ૬૦ વર્ષના વૃદ્ધ પર ૩૦ સેકન્ડમાં ધોકાના ૧૩ ઘા ઝીંકી નિર્મમ હત્યા, હૃદયદ્રાવક CCTV આવ્યા સામે

0
188
Surat Horror on Camera
Surat Horror on Camera

Surat Horror on Camera: સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી અને કાયદો-વ્યવસ્થા સામે સવાલો ઉઠાવતી એક અત્યંત સનસનીખેજ અને ક્રૂર ઘટના સામે આવી છે. ઓલપાડ-જહાંગીરપુરા રોડ પર વહેલી સવારે કચરો વીણી રહેલા એક ૬૦ વર્ષીય નિર્દોષ વૃદ્ધ પર એક અજાણ્યા પાપી શખસે લાકડાના ફટકા વડે તૂટી પડીને ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દીધા છે. હૃદય હચમચાવી મૂકનારો આ સમગ્ર હત્યાકાંડ નજીકની એક દુકાનમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગયો છે.

Surat Horror on Camera

Surat Horror on Camera: આજીજી કરતા રહ્યા છતાં ૩૦ સેકન્ડમાં ૧૩ વાર ફટકા માર્યા

મળતી વિગતો અનુસાર, આ લોહીલુહાણ ઘટના ગત ૨૦ જૂનના રોજ વહેલી સવારે આશરે ૩:૨૨થી ૩:૨૬ વાગ્યાના અરસામાં બની હતી. જહાંગીરપુરા ઓલપાડ રોડ પર આવેલી ‘મહાજન આમલેટ’ નામની દુકાનની સામે જાહેર જગ્યામાં એક વૃદ્ધ કચરો વીણી રહ્યા હતા. આ દરમિયાન ત્યાં હાથમાં મોટો લાકડાનો ધોકો (ફટકો) લઈને એક અજાણ્યો શખસ ધસી આવ્યો હતો.

તેણે કાંઈ પણ વિચાર્યા વગર વૃદ્ધ પર આડેધડ હુમલો કરી દીધો હતો. સીસીટીવીમાં દેખાય છે કે માત્ર ૩૦ સેકન્ડની અંદર જ નરાધમે વૃદ્ધના માથા, હાથ અને પગના ભાગે એકપછી એક ૧૩ જેટલા જીવલેણ ઘા ઝીંક્યા હતા. વૃદ્ધ નીચે પડી ગયા અને જીવ બચાવવા આજીજી કરતા રહ્યા છતાં પણ પાપી યુવક અટક્યો નહોતો અને માથા પર સતત પ્રહાર કરી માત્ર ૪ મિનિટમાં ખેલ ખતમ કરી ત્યાંથી નાસી છૂટ્યો હતો.

Surat Horror on Camera

Surat Horror on Camera: હોસ્પિટલમાં સારવાર દરમિયાન તોડ્યો દમ

બનાવની સવારે આશરે ૮:૦૦ વાગ્યે રોડ પરથી પસાર થતા એક રાહદારીની નજર લોહીલુહાણ હાલતમાં તરફડિયા મારતા વૃદ્ધ પર પડતા તેણે તાત્કાલિક ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ૧૦૮ના ઈએમટી દેવીકાબેન ઘાયલ વૃદ્ધને ગંભીર હાલતમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા.

હોસ્પિટલના ચોપડે તપાસ કરતા વૃદ્ધનું નામ બાબુભાઈ સાવંત (ઉં.વ. ૬૦) હોવાનું અને તેઓ સારોલી ખાતે ડિલક્ષ પાન ગોલ્ડ સ્ટોલ પાસે રહેતા હોવાનું ખુલ્યું હતું. જોકે, માથાના ભાગે મગજમાં ગંભીર ઈજાઓ અને અતિશય લોહી વહી જવાના કારણે સારવાર દરમિયાન એ જ સાંજે બાબુભાઈએ દમ તોડી દીધો હતો.

Surat Horror on Camera: વાલીવારસ ન મળતા આખરે પોલીસ પોતે ફરિયાદી બની

આ મામલે શરૂઆતમાં જહાંગીરપુરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. મૃતક બાબુભાઈના સગા-વ્હાલા કે કોઈ વાલીવારસની શોધખોળ કરવા છતાં તેમની કોઈ ભાળ મળી શકી નહોતી. બીજી તરફ સિવિલના ફોરેન્સિક પીએમ (પોસ્ટમોર્ટમ) રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે વૃદ્ધનું મોત કોઈ બોથડ પદાર્થના ભારે ફટકાના કારણે માથામાં થયેલી આંતરિક ઈજાઓને લીધે જ થયું છે.

બનાવ ગુનાહિત હોવાનું અને હત્યા થઈ હોવાનું સ્પષ્ટ જણાતા, આખરે કોઈ વારસદાર ન મળતા જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ (PSI) અભિજીતસિંહ ઘરિયા પોતે સરકાર તરફથી ફરિયાદી બન્યા છે.

Surat Horror on Camera: CCTV ફૂટેજના આધારે હત્યારાની શોધખોળ શરૂ

ઘટનાસ્થળ નજીક આવેલી ‘મામા ચીકન એન્ડ મટન’ નામની દુકાનના સીસીટીવી કેમેરામાં આ ભયાનક હત્યાકાંડ કેદ થયેલો જોવા મળ્યો છે. સીસીટીવી ફૂટેજ અને પીએમ રિપોર્ટને આધારે જહાંગીરપુરા પોલીસે અજાણ્યા હત્યારા સામે આખરે આઇપીસીની કલમ હેઠળ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ચકચારી મર્ડર કેસની સઘન તપાસ જહાંગીરપુરાના પોલીસ ઇન્સ્પેક્ટર બી.બી. પરમાર ચલાવી રહ્યા છે અને હત્યારાને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. વહેલી સવારે બનેલી આ ઘટનાથી સ્થાનિકોમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

શેરબજારમાં ઉત્સાહ, સેન્સેક્સ 579 પોઈન્ટ ઉછળીને 77,502 પર બંધ, નિફ્ટી 24,170ને પાર; IT અને ઓટો શેરોમાં ધૂમ ખરીદી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે