SURAT CONGRESS : કોંગ્રેસ માટે માઠા સમાચાર, સુરત બેઠકના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદાવારી ફોર્મ રદ્દ

0
408
SURAT CONGRESS
SURAT CONGRESS

SURAT CONGRESS :  સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી ફોર્મ પર પ્રશ્વનાર્થ ઉભો થયા બાદ આખરે તેમનું ફોર્મ રદ કરતા તેમની ઉમેદવારી રદ થઇ છે.

સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે, આ અમારી સિગ્નેચર નથી. આમા ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો. આથી નિલેશ કુંભાણીના ફોર્મ સામે પ્રશ્નાર્થ ઊઠ્યો હતો કે શું આ ફોર્મ રદ્દ થશે?. જોકે હવે ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે,

SURAT CONGRESS

SURAT CONGRESS :  આ મામલે ગઈકાલે નૈષધ દેસાઈનું કહેવુ હતું કે, નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થયાની મૌખિક જાણ કોંગ્રેસને કરાઈ હતી. તેઓ તાત્કાલિક હાઈકોર્ટમાં અર્જન્ટ સુનાવણી માટે પિટિશન પણ દાખલ કરવાના હતા. જ્યારે બીજી બાજુ ખુદ નિલેશ કુંભાણીએ જણાવ્યું હતું કે, ફોર્મ રદ્દ થવાની જાહેરાત નથી થઈ. તો આ મામલે એડવોકેટ બાબુ માંગુકિયા, મનીષ દોશી, ગોપાલ ઈટાલિયા સહિતનાઓનું કહેવું હતું કે, જેમણે સહી કરી હતી એ ત્રણેય ટેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું. જેને લઈ નિલેશ કુંભાણીના 3 ‘ગાયબ’ ટેકેદારો માટે HCમાં હેબિયસ કોર્પસ અને કલેક્ટરમાં ઉમેદવારી પત્ર રદ્દના વિરોધમાં ત્રણ અરજી આપી હતી.

SURAT CONGRESS :   કોંગ્રેસ ને મોટો ઝટકો

SURAT CONGRESS


SURAT CONGRESS

SURAT CONGRESS :   આજે રવિવાર છે અને કોર્ટ બંધ છે, પરંતુ ઉમેદવારી પત્ર રદ્દના વિરોધમાં આજે કલેક્ટર સમક્ષ સુનાવણી હાથ ધરાઈ હતી,

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો