AMTS BUS : મોતના સોદાગરો AMTSના કોન્ટ્રાકટરો, 5 વર્ષમાં 1215 અકસ્માત,56ના મોત    

0
167
AMTS BUS
AMTS BUS

AMTS BUS : શહેરમાં રોડ અકસ્માતોમાં એએમટીએસના અકસ્માતોનો ઘણો મોટો હિસ્સો છે. 2019-2020થી 2023-24 સુધીના પાંચ વર્ષમાં એએમટીએસની બસોએ કુલ 1215 અકસ્માત કર્યા છે, જેમાં 56 લોકોના મોત થયા હતા. મૃત્યુના આ આંકડા 31 માર્ચ 2024 સુધીના છે. એએમટીએસની બસો ખાનગી કોન્ટ્રાક્ટરોને ચલાવવા આપી દેવાતી હોય છે. આ કોન્ટ્રાક્ટરોના બસ ડ્રાઈવર લોકો સામે જોખમ ઊભું થાય તે રીતે બેફામ ડ્રાઈવિંગ કરતા હોય છે. અકસ્માતોનું સરવૈયું કાઢીએ તો એમ કહી શકાય કે, શહેરમાં દર સપ્તાહે એએમટીએસની બસથી સરેરાશ 4 અકસ્માત થતા હોવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.

AMTS BUS

AMTS BUS : માત્ર દંડ ફટકારી સંતોષ માનવામાં આવે છે

AMTS BUS

AMTS BUS : એએમટીએસની બસથી થયેલા અકસ્માતમાં કોઈ રાહદારીનું મૃત્યુ થાય તો તેવા સંજોગોમાં ખાનગી બસ ઓપરેટરને માંડ રૂ.2 લાખ સુધીનો દંડ ફટકારી સંતોષ માનવામાં આવે છે. જ્યારે અકસ્માત કરનારા ડ્રાઈવરનું લાઈસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવતું હોય છે. એકંદરે એએમટીએસની બસથી થતાં અકસ્માતોમાંથી કોઈ બોધપાઠ લેવામાં આવતો નથી.

AMTS BUS

AMTS BUS : પૂરઝડપે દોડતી બસો અંગે લોકોએ સંખ્યાબંધ ફરિયાદો કરી છે. શહેરના એક ધારાસભ્ય અને મ્યુનિ. કોર્પોરેટરના પતિનો એએમટીએસમાં બસનો કોન્ટ્રાક્ટ ચાલે છે. તેમણે પરિવારના લોકોના નામે ફર્મની નોંધણી કરાવી છે. તાજેતરમાં એએમટીએસના એક સિનિયર અધિકારીને વિભાગમાંથી દૂર કરવાનો મ્યુનિ.એ ઠરાવ કર્યો હતો. પરંતુ તેનો અમલ કરવામાં આવતો નથી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો