Home State Gujarat Surat Canara Bank Locker Scam: સુરતના કેનરા બેંક લોકરમાંથી 45 લાખના ગોલ્ડ...

Surat Canara Bank Locker Scam: સુરતના કેનરા બેંક લોકરમાંથી 45 લાખના ગોલ્ડ બિસ્કિટ બદલાયાનો ઘટસ્ફોટ, 300 ગ્રામમાંથી માત્ર 65 ગ્રામ જ સોનું નીકળ્યું!

0
170
Surat Canara Bank Locker Scam
Surat Canara Bank Locker Scam

Surat Canara Bank Locker Scam: સુરતમાંથી બેંક લોકરની સુરક્ષા પર ગંભીર સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતમાં રહેતા અને દવાના ઉત્પાદક સાથે સંકળાયેલા એક વેપારીએ કેનરા બેંકના લોકરમાં રાખેલા આશરે 45 લાખ રૂપિયાની કિંમતના 3 સોનાના બિસ્કિટ બદલાઈ ગયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. સૌથી મોટી વાત એ છે કે 300 ગ્રામના આ ત્રણ બિસ્કિટમાંથી માત્ર 65 ગ્રામ જ અસલી સોનું નીકળ્યું છે, જ્યારે બાકીનું વજન અન્ય ધાતુનું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

Surat Canara Bank Locker Scam

Surat Canara Bank Locker Scam: પત્નીને કરિયાવરમાં મળેલા હતા સોનાના બિસ્કિટ

સુરતના નાનપુરા વિસ્તારમાં કેનરા બેંકની શાખામાં આ ઘટના બની છે. દવાના ઉત્પાદક રીનમભાઈ શાહના લગ્ન વર્ષ 1994માં ખંભાત નિવાસી મહેશભાઈ છોટાલાલ શાહની પુત્રી દીપાબેન સાથે થયા હતા. લગ્ન સમયે દીપાબેનને પિયર પક્ષ તરફથી સ્ત્રીધન તરીકે 100-100 ગ્રામના કુલ ચાર સોનાના બિસ્કિટ પ્રોપર હોલમાર્ક સાથે આપવામાં આવ્યા હતા. આ દંપતી વર્ષોથી નાનપુરાની આ બેંકમાં ખાતું ધરાવે છે અને પોતાની જિંદગીની મૂડી સમાન આ સોનાના બિસ્કિટ બેંકના લોકર નંબર 181માં સુરક્ષિત રાખ્યા હતા.

Surat Canara Bank Locker Scam: એક વર્ષમાં ખેલ ખેલાયો?

ફરિયાદીના જણાવ્યા મુજબ, અગાઉ જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી 2025માં જ્યારે તેઓએ લોકરમાંથી સોના-હીરાના દાગીના અને સોનાના બિસ્કિટ બહાર કાઢ્યા હતા, ત્યારે તમામ વસ્તુઓ એકદમ સાચી અને મૂળ સ્થિતિમાં હતી. ત્યારબાદ, બરાબર એક વર્ષ પછી એટલે કે 18 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરે દોઢ વાગ્યે રીનમભાઈ અને તેમના પત્ની લોકર ઓપરેટ કરીને તમામ કિંમતી સામાન ઘરે લઈ આવ્યા હતા.

ઘરે આવ્યા બાદ જ્યારે બિસ્કિટની ખરાઈ કરવામાં આવી ત્યારે શંકા ગઈ હતી. જેથી તેઓએ સિટી લાઈટ રોડ પર આવેલા ‘વિરચંદ ગોવિંદજી જ્વેલર્સ’ ખાતે તપાસ કરાવી હતી. જ્વેલર્સની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે, જે બિસ્કિટ 100-100 ગ્રામના શુદ્ધ સોનાના હતા, તેમાં હવે માત્ર 30% જ સોનું બચ્યું છે. કુલ 300 ગ્રામના 3 બિસ્કિટમાંથી માત્ર 65 ગ્રામ જ સોનું મળ્યું છે, જ્યારે 235 ગ્રામ અન્ય ધાતુ હોવાનું અને બિસ્કિટ પરના હોલમાર્ક પણ ગાયબ હોવાનું સામે આવ્યું છે.

Surat Canara Bank Locker Scam: 2017ની ચાવી કાંડની કડી પર પોલીસની નજર

સામાન્ય રીતે બેંક લોકર ગ્રાહક અને બેંક મેનેજર બંનેની સંયુક્ત ચાવીથી જ ખુલે છે, જેથી લોકરમાંથી ચોરી થવી અસંભવ માનવામાં આવે છે. પરંતુ આ કેસમાં એક મોટો વળાંક આવ્યો છે. વર્ષ 2017-2018ના ગાળામાં જ્યારે વેપારી પરિવાર સિદ્ધશીલા એપાર્ટમેન્ટથી વેસુ શિફ્ટ થઈ રહ્યો હતો, ત્યારે સામાનની હેરફેર દરમિયાન લોકરની અસલ ચાવી ખોવાઈ ગઈ હતી.

તે સમયે બેંકને લેખિત અરજી આપી, દંડ ભરીને રીનમભાઈની હાજરીમાં લોકર તોડી અથવા રિપેર કરીને નવી ચાવી બનાવવામાં આવી હતી. હવે પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે શું તે સમયે કોઈ ડુપ્લિકેટ ચાવી તો બહાર નહીં રહી ગઈ હોય ને?

Surat Canara Bank Locker Scam: પોલીસ અને ક્રાઈમ બ્રાંચની સઘન તપાસ

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અઠવા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધીને કેનરા બેંકના લોકર રૂમના એન્ટ્રી રજિસ્ટર, છેલ્લા એક વર્ષના CCTV ફૂટેજ અને લોકર ઓપરેટ કરનારા સ્ટાફ તથા ગ્રાહકોની યાદી મેળવવાની કવાયત શરૂ કરી છે. પોલીસ કમિશનરની સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચ પણ આ મામલે સમાંતર તપાસ ચલાવી રહી છે. અગાઉ પાંચ મહિના પહેલા વડોદરાની કોસમોસ બેંકના લોકરમાંથી પણ NRIના દાગીના ગાયબ થવાની ઘટના સામે આવી ચૂકી છે, ત્યારે સુરતની આ ઘટનાએ બેંક લોકરોની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર પ્રશ્નાર્થ ચિહ્ન ખડા કર્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

સુરત પોલીસની સરાહનીય કામગીરી: “તેરા તુજ કો અર્પણ” અભિયાન હેઠળ અઢી લાખના દાગીના ભરેલું પર્સ પરત અપાયું

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે