હવા પ્રદુષણ પર સુપ્રીમ કોર્ટે કડક ટીપ્પણી કરી છે . દિલ્હી સહિત આસપાસના વિસ્તારોમાં અને રાજ્યોમાં સતત વધી રહેલા હવા પ્રદુષણ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હવા પ્રદુષણ પર સુપ્રીમ કોર્ટે કડક ટીપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પરાળ સળગાવવી એ રાજકીય મુદ્દો નથી . તાત્કાલિક દરેક રાજ્યોની સરકારોએ પરાળ સળગાવવા પર કાર્યવાહી કરીને બંધ કરાવવું જોઈએ . સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજસ્થાન અને અન્ય રાજ્યોને તહેવારોની સિઝનમાં ફટાકડા ફોડવા પર અગાઉ આપેલા નિર્દેશો પર ધ્યાન આપીને કડક પાલન કરાવવાનું રહેશે. ખાસ કરીને તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે કડક અમલ કરાવવો. અહી ઉલ્લેખનીય છેકે પંજાબ , હરિયાણા, ઉત્તરપ્રદેશ , અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં ખેડૂતો પરાળ સળગાવી રહ્યા છે અને દિલ્હી સહિત એન.સી.આર.માં છેલ્લા ઘણા દિવસથી હવા પ્રદુષણ ઉચ્ચ સ્તર પર પહોંચ્યું છે. અને અત્યંત ખરાબ શ્રેણીમાં એ.કયું .આઈ નોંધાઈ રહ્યો છે. જેણે કારણે દિલ્હીમાં હવા ઝેરી બની છે અને ઝીરો વિઝીબીલીટી જોવા મળી રહી છે . શહેરીજનોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. સુપ્રીમ કોર્ટની કડક ટીપ્પણી બાદ રાજ્ય સરકારોએ પરાળ સળગાવવા પર ધ્યાન આપીને સુપ્રીમના નિર્દેશોનો કડક અમલ કરવો પડશે.
દિલ્હી એન.સી.આર. વિસ્તારમાં હવા પ્રદુષણ સતત વધી રહ્યું છે. દેશની રાજધાની દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં હવા ઝેરી બનતા નાગરિકોના આરોગ્ય પર અસર પડી રહી છે. દિલ્હી સરકારે ધોરણ પાંચ સુધીના બાળકો માટે શાળાઓ બંધ કરવાના નિર્દેશ આપી દીધા છે. હાલની પરિસ્થિતિ જોતા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે આ ઉપરાંત દિલ્હીમાં વાહનો માટે ઓડ-ઇવન નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે . મંગળવારની સવારે ઘાઢ ધુમ્મસ ચાદર છવાઈ હતી. આવી સ્થિતિમાં દિલ્હીવાસીઓને દિવાળી પહેલા હવા પ્રદુષણથી રાહત મળે તેવા કોઈ અણસાર નથી. છેલ્લા ઘણા દિવસોથી હવા પ્રદુષણ સૂચકાંક 400 થી 600 ની વચ્ચે જોવા મળી રહ્યો છે. જેણે હવામાન વિભાગ અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આ અંકને ગંભીર માની રહી છે.
દિલ્હી એનસીઆર સહિતના આસપાસના વિસ્તારોમાં જે હવા પ્રદુષણને લઈને પગલા લેવામાં આવ્યા છે તે જોઈએ તો ચાલુ બાંધકામ સાઈટ પર રોક લગાવવામાં આવી છે. અને બાંધકામ સાઈટ પર રેતી, સિમેન્ટ , માટી ખુલ્લી જગ્યામાં રસ્તા પર ઠાલવવાની મનાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત જાહેરમાં કચરો બળવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત હવા પ્રદુષણ ફેલાવતી તમામ ચીજ વસ્તુઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.