Sukesh and Jacqueline: સુકેશે ‘વુમન્સ ડે’ પર જેકલીન ફર્નાન્ડિસને લખ્યો પત્ર, કહ્યું- બેબી ગર્લ, મારું હૃદય ધડકવાનું બંધ થઈ ગયું છે…

0
215
Sukesh and Jacqueline: સુકેશે 'વુમન્સ ડે' પર જેકલીન ફર્નાન્ડિસને પત્ર
Sukesh and Jacqueline: સુકેશે 'વુમન્સ ડે' પર જેકલીન ફર્નાન્ડિસને પત્ર

Sukesh and Jacqueline: સુકેશ ચંદ્રશેખરને જેકલીન ફર્નાન્ડિસના જીવનની સૌથી મોટી ભૂલ કહેવામાં આવે તો ખોટું નહીં હોય. બંને વચ્ચે ગમે તે સંબંધ રહ્યો હોય, પછી તે મિત્રતા હોય કે પ્રેમ, આ મોટા ગુંડાએ અભિનેત્રીના જીવનમાં ઝેર ઓક્યું છે. એક તરફ, મની લોન્ડરિંગ કેસને કારણે જેકલીન આ સંબંધનું પરિણામ ભોગવી રહી છે, તો બીજી તરફ, આ ઠગ દિલ્હીની મંડોલી જેલમાં બેસીને પણ દરરોજ જેકલીનને હેરાન કરવામાં કોઈ કસર છોડતો નથી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર સુકેશ ચંદ્રશેખરે ફરી એકવાર જેકલીન ફર્નાન્ડિસને પત્ર લખ્યો છે. આમાં તેણે તેની કથિત ગર્લફ્રેન્ડની તુલના શક્તિના રૂપમાં દુર્ગા સાથે કરી છે.

Sukesh and  Jacqueline: સુકેશે 'વુમન્સ ડે' પર  જેકલીન ફર્નાન્ડિસને પત્ર
Sukesh and Jacqueline: સુકેશે ‘વુમન્સ ડે’ પર જેકલીન ફર્નાન્ડિસને પત્ર

Sukesh and Jacqueline: લેટરમાં ક્યારેક ‘બેબી’, ક્યારેક ‘સૌથી સુંદર મહિલા’

નવા પત્રમાં સુકેશે જેકલીનને ક્યારેક ‘બેબી’, ક્યારેક ‘સૌથી સુંદર મહિલા’ તો ક્યારેક ‘બોમ્મા’ કહી છે. સુકેશે લખ્યું છે કે તે આ ખાસ દિવસની ઉજવણી કરી રહ્યો છે, કારણ કે આવી મહિલા તેમના જીવનમાં અભિનેત્રીના રૂપમાં આવી હતી, જે તેની તાકાત અને હિંમતનું કારણ બની હતી.

હાલમાં જ મુંબઈમાં જેકલીનની બિલ્ડીંગમાં આગ લાગી હોવાના સમાચાર આવ્યા હતા. પત્રમાં આનો ઉલ્લેખ કરતા સુકેશે લખ્યું છે કે, ‘જ્યારે તમારી બિલ્ડીંગમાં આગ લાગવાના સમાચાર આવ્યા ત્યારે મારું હૃદય ધડકતું બંધ થઈ ગયું. ભગવાનનો આભાર કે તમે એકદમ ઠીક છો. પત્રના અંતમાં તેમણે દરેકને મહિલા દિવસ અને મહાશિવરાત્રીની શુભેચ્છા પાઠવી છે. એવું પણ લખ્યું છે કે તે જેકલીનનું ગીત સાંભળવા માટે બેતાબ છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો