Sudha Murty   :  કોણ છે સુધા મૂર્તિ ? જેમને રાષ્ટ્રપતિએ સીધા રાજ્યસભા માટે નોમીનેટ કર્યા

0
156
Sudha Murty   
Sudha Murty   

Sudha Murty  : ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિની પત્ની અને સામાજિક કાર્યકર સુધા મૂર્તિને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. આ જાહેરાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા અને સફળ સંસદીય કાર્યકાળની શુભેચ્છા પાઠવી હતી.

Sudha Murty   

Sudha Murty   : પ્રખ્યાત લેખિકા અને સામાજિક કાર્યકર સુધા મૂર્તિને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. સુધા મૂર્તિ પ્રખ્યાત ઉદ્યોગપતિ અને ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિની પત્ની છે. બ્રિટિશ પીએમ ઋષિ સુનક તેમના જમાઈ છે.PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે (8 માર્ચ) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી હતી. PMએ તેમના પોસ્ટમાં લખ્યું- ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુધા મૂર્તિને રાજ્યસભા માટે નામાંકિત કર્યા છે. રાજ્યસભામાં તેમની હાજરી સ્ત્રી શક્તિનો સશક્ત પુરાવો છે. સામાજિક કાર્ય, પરોપકાર અને શિક્ષણ ક્ષેત્રે તેમનું યોગદાન પ્રેરણાદાયી રહ્યું છે.

Sudha Murty   

રાજ્યસભામાં નોમિનેટ થયા બાદ સુધા મૂર્તિએ કહ્યું- હું ખુશ છું, પરંતુ હવે મને લાગે છે કે મને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. પીએમ મોદીએ અગાઉ પણ મારા કામની પ્રશંસા કરી છે. હું તેમનો આભાર માનવા માગુ છું. હું ખુશ છું કે હવે મને ગરીબોની મદદ માટે એક મોટું પ્લેટફોર્મ મળી રહ્યું છે.

Sudha Murty   : કોણ છે સુધા મૂર્તિ ?

Sudha Murty   

જણાવી દઈએ કે 73 વર્ષીય   સુધા મૂર્તિ (Sudha Murty)   એન્જિનિયર છે અને લેખક પણ છે. સાથે જ તેમને પદ્મશ્રી એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા છે. મૂર્તિનો જન્મ 19 ઓગસ્ટ 1950ના રોજ કર્ણાટકના હાવેરીમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા આર. એચ. કુલકર્ણી એક સર્જન હતા અને તેમની માતા વિમલા કુલકર્ણી શાળાના શિક્ષક હતા. માતા-પિતા અને દાદા-દાદીએ મૂર્તિનો ઉછેર કર્યો.

સુધા મૂર્તિએ વર્ષ 1978માં નારાયણ મૂર્તિ સાથે લગ્ન કર્યા હતા. બંનેને બે બાળકો છે – અક્ષતા મૂર્તિ અને રોહન મૂર્તિ. અક્ષતા મૂર્તિ બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકની પત્ની છે. રોહન મૂર્તિ અમેરિકા સ્થિત સોફ્ટવેર ડેવલપમેન્ટ ફર્મ સોરોકોના સ્થાપક છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો