HomeRajkotStrict Rule, Zero Enforcement: રાજકોટમાં 'નો નંબર પ્લેટ, નો ઇંધણ' નિયમ બન્યો...

Strict Rule, Zero Enforcement: રાજકોટમાં ‘નો નંબર પ્લેટ, નો ઇંધણ’ નિયમ બન્યો કાગળ પર, પેટ્રોલ પંપો પર રિયાલિટી ચેકમાં પોલ ખુલી

Strict Rule, Zero Enforcement: રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા ‘નો નંબર પ્લેટ, નો ઇંધણ’ (No Number Plate, No Fuel) અંગેનું કડક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ જોવા મળી રહી છે. જાહેરનામાના 24 કલાક વીતી જવા છતાં પેટ્રોલ પંપો પર નિયમોનો સરેઆમ ભંગ થતો હોવાનું ‘દિવ્ય ભાસ્કર’ના રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે

Strict Rule, Zero Enforcement

રિયાલિટી ચેક: ફિલરમેને વગર પૂછ્યે પૂર્યું પેટ્રોલ

પેટ્રોલ પંપો પર તપાસ દરમિયાન જોવા મળ્યું કે નંબર પ્લેટ વગર કે તૂટેલી નંબર પ્લેટ વાળા વાહનો લાઈનમાં ઊભા રહીને સરળતાથી પેટ્રોલ પુરાવી રહ્યા છે. ફિલરમેન દ્વારા વાહનચાલકોને કોઈ પણ પ્રકારની પૂછપરછ કે તપાસ કરવામાં આવી નહોતી. તૂટેલી નંબર પ્લેટ સાથે આવેલા કાનભાઈ નામના વાહનચાલકે ₹200નું પેટ્રોલ પુરાવ્યા બાદ જણાવ્યું કે તેમને કોઈએ કશું પૂછ્યું નહોતું અને આ નિયમથી સામાન્ય પ્રજા હેરાન થશે.

Strict Rule, Zero Enforcement

પોલીસ તંત્રની સ્પષ્ટતા

જેસીપી ચૈતન્ય માંડલિકે જણાવ્યું હતું કે અગાઉની ડ્રાઈવમાં નંબર પ્લેટ વગરના સેંકડો વાહનો ઝડપાયા હતા અને ગુનાખોરીમાં પણ તેનો ઉપયોગ થતો હોવાથી આ કડક આદેશ કરાયો છે. જાહેરનામું નવું હોવાથી અમલવારીમાં થોડો વિલંબ થયો છે, પરંતુ હવે કડક કાર્યવાહી કરવામાં આવશે. જો પંપ પર કોઈ વિવાદ થાય તો સંચાલકોને તાત્કાલિક 112 નંબર પર કોલ કરવા સૂચના અપાઈ છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ટ્રમ્પનો હોર્મુઝ સ્ટ્રેટ પર દાવો, નકશો વાયરલ થતાં ઈરાને આપ્યો જડબાતોડ જવાબ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments