HomeDeshભારતીય રાષ્ટ્રધ્વજ જેવું ટેટુ દોરેલ યુવતીની અમૃતસર મંદિરમાં એન્ટ્રી પર રોક!

ભારતીય રાષ્ટ્રધ્વજ જેવું ટેટુ દોરેલ યુવતીની અમૃતસર મંદિરમાં એન્ટ્રી પર રોક!

પંજાબના અમૃતસર ગોલ્ડન ટેમ્પલનો એક વિડીયો હાલમાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક યુવતીના ચહેરા પર ભારતનો રાષ્ટ્રધ્વજ જેવું ટેટુ દોરેલ હોવાના કારણે મંદિરમાં પ્રવેશ કરતા રોકવાનો પ્રયાસ થઇ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સુવર્ણ મંદિરનો કર્મચારી કહેતા સંભળાય છે કે, “આ ભારત નથી પંજાબ છે.” આ વિડીયો વાયરલ થયા બાદ અનેક લોકોએ નારાજગી પણ વ્યક્ત કરી છે અને તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. સમગ્ર મામલાની સ્પષ્ટતા કરતા SGPC મહાસચિવ ગુરચરણસિંહ ગ્રેવાલે કહ્યું છે કે, “યુવતીના ચહેરા પર જે ધ્વજ  હતો તે રાષ્ટ્રધ્વજ ન હતો. કારણ કે, તેમાં અશોક ચક્ર ન હતો. તે કોંગ્રેસ અથવા અન્ય કોઈ રાજકીય પાર્ટીનો ઝંડો પણ હોઈ શકે છે. હું તે વ્યક્તિના વર્તન માટે માફી માંગુ છું.”

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments