HomeBreaking Newsદારૂ નીતિ કૌભાંડમાં મનીષ સિસોદિયાને હજુ પણ રાહત નહીં

દારૂ નીતિ કૌભાંડમાં મનીષ સિસોદિયાને હજુ પણ રાહત નહીં

CBI કેસમાં ૨૭ એપ્રિલ અને ED કેસમાં ૨૯ એપ્રિલ સુધી કસ્ટડી લંબાવાઈ

દિલ્હી દારુ નીતિ કૌભાંડમાં દિલ્હીના પૂર્વ ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને હજુ પણ રાહત મળી નથી. તેમની ન્યાયિક કસ્ટડી વધુ ૧૪ દિવસ માટે લંબાવવામાં આવી છે. રાઉઝ એવન્યુ કોર્ટે સિસોદિયાને લઈને CBI કેસમાં ૨૭ એપ્રિલ, જ્યારે ED કેસમાં ૨૯ એપ્રિલ સુધી કસ્ટડી લંબાવી છે. મનીષ સિસોદિયાની સાથે એક્સાઈઝ કૌભાંડ કેસના આરોપી અરુણ રામચંદ્ર પિલ્લઈ અને અમનદીપ ધલની ન્યાયિક કસ્ટડી પણ લંબાવવામાં આવી છે. રાઉઝ એવન્યુ કોર્ટે ED દ્વારા નોંધાયેલા કેસમાં અરુણ પિલ્લઈ અને અમનદીપ ધલની ન્યાયિક કસ્ટડી 29 એપ્રિલ સુધી લંબાવી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments