Stockmarketcrash : મોટા કડાકા સાથે બંધ થયું સ્ટોકમાર્કેટ, રોકાણકારોના 7 લાખ કરોડ ધોવાયા   

0
275
Stockmarketcrash
Stockmarketcrash

Stockmarketcrash :  વિદેશી રોકાણકારોની ભારે વેચવાલીથી ભારતીય શેરબજાર ફરીથી મોટા ઘટાડા સાથે બંધ થયું છે. BSE સેન્સેક્સ 73000 ની નીચે અને નિફ્ટી 22000 ની નીચે સરકી ગયો છે. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ માતમ છવાયો છે.

Stockmarketcrash :  ઇન્ડિયા Vix લગભગ 7 ટકાના ઘટાડા સાથે એક વર્ષની ટોચે બંધ રહ્યો હતો. આજના કારોબારના અંતે સેન્સેક્સ 1062 પોઈન્ટના ઘટાડા સાથે 72,404 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 345 પોઈન્ટના ઘટાડા સાથે 21,957 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

Stockmarketcrash

Stockmarketcrash :  બજારમાં આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. સાપ્તાહિક એક્સપાયરીના દિવસે નિફ્ટીમાં ભારે વેચવાલી જોવા મળી હતી. બીએસઈ ઓટો ઈન્ડેક્સ સિવાય તમામ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટીમાં લગભગ 1.5% નો ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી ફરી 21,950ની નીચે સરકી ગયો. આજે તે લગભગ 350 પોઈન્ટ ઘટ્યો હતો. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. ઓઈલ-ગેસ, મેટલ, એફએમસીજી, રિયલ્ટીમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી હતી. બેન્ચમાર્ક સૂચકાંકો આજે ભારે નુકસાન સાથે બંધ થયા છે. સેન્સેક્સ 1062 પોઈન્ટ ઘટીને 72,404 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 345 પોઈન્ટ ઘટીને 21,956 પર બંધ રહ્યો હતો. રૂપિયો 1 પૈસા મજબૂત થયો અને 83.51/$ પર બંધ થયો.

Stockmarketcrash

Stockmarketcrash7 લાખ કરોડનું નુકસાન  

Stockmarketcrash

Stockmarketcrash :  શેરબજારમાં આવેલી આ સુનામીને કારણે રોકાણકારોને આજના સત્રમાં રૂ.7 લાખ કરોડનું નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 393.68 લાખ કરોડ પર બંધ થયું હતું, જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. 400.69 લાખ કરોડ હતું. આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોને રૂ.7 લાખ કરોડનું નુકસાન થયું છે. આજના કારોબારમાં કુલ 3943 શેરનો વેપાર થયો હતો જેમાં 929 શેર ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 2902 શેર નુકસાન સાથે બંધ થયા હતા. 112 શેરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો