IFFCO ELECTION : સહકારી ક્ષેત્રમાં મોટો ઉલટફેર, ભાજપના નેતા સામે ભાજપના જ નેતા હારી ગયા  

0
165
IFFCO ELECTION
IFFCO ELECTION

IFFCO ELECTION : ઇફ્ફ્કોના ડિરેક્ટરની પસંદગીમાં ભાજપમાં જ એકમત નહીં થતાં ચૂંટણી યોજાઈ છે. આ જંગ ભાજપનો ભાજપ સામે જ જંગ થયો છે.ભાજપે બિપીન ગોતા (પટેલે)ને મેન્ડેટ આપ્યો છે. પરંતુ ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ પાર્ટીના મેન્ડેટની ઉપરવટ જઇ પોતાની દાવેદારી કરતાં ચૂંટણી જંગ ખેલાયો હતો. આ ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે. જેમાં કુલ 182 મતમાંથી 180 મત પડ્યા હતા. આ 180 મતમાંથી જયેશ રાદડિયાને 114 મત મળ્યા હતા. જ્યારે તેના નજીકના હરિફ બિપિન ગોતાને 66 મત જ મળ્યા હતા

IFFCO ELECTION

IFFCO ELECTION :  સહકારી ક્ષેત્રમાં જોરદાર ઉલટફેર

IFFCO ELECTION :  જયેશ રાદડીયાએ ભાજપ સામે પડી દાવેદારી  કરી હતી.  જો કે સૌરાષ્ટ્રના ઇફકોના મતદારો જયેશ રાદડીયાના સમર્થનમાં હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો હતો.   ગુજરાતના 181માંથી  પૈકી 121 મતદારો જયેશ રાદડીયાના સમર્થનમાં હોવાનો દાવો પહેલેથી જ કરવામાં આવી રહ્યો હતો.

IFFCO ELECTION

IFFCO ELECTION :  60324 કરોડનું ટર્નઓવર ધરાવતી ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કો-ઓપરેટિવ લિમિટેડ (ઇફ્ફકો)ના ડિરેક્ટર પદ માટે ભાજપના સહકારી સેલના પ્રદેશ પ્રમુખ અને અમિત શાહની નિકટના સાથી બિપિન ગોતાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેમની સામે કોંગ્રેસ સમર્થિત વિજય ઝાટકિયાએ દાવેદારી કરી હતી. ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડતા બિપિન પટેલ સામે ખેડૂત નેતા તરીકે છાપ ધરાવતા વિઠ્ઠલ રાદડીયાના પુત્ર જયેશ રાદડિયાએ ભાજપ સામે બાંયો ચડાવી પોતાના મતદારોને સાથે રાખી ચૂંટણી લડી હતી. ગુજરાતની એકમાત્ર બેઠક પરના ત્રિપાંખિયા ચૂંટણી જંગમાં ચાર વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી. જેમાં ભાજપના સત્તાવાર ઉમેદવારની સામે ઉમેદવારી કરનારા રાજકોટના સહકારી નેતા જયેશ રાદડીયાની જીત થઈ ગઈ છે.

IFFCO ELECTION

IFFCO ELECTION :  જયેશ રાદડિયા હાલ રાજકોટની જેતપુર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. આ ઉપરાંત રાદડિયા રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે.  કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની પણ આ ચૂંટણી પર સીધી નજર હતી.  આ ચૂંટણીમાં કુલ 182 મતદારો હતા. તેમાં સૌરાષ્ટ્રનું વર્ચસ્વ જોવા મળ્યું છે.  એકલા રાજકોટમાં 68 મત હતા.   

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો