stock markets : કોરોનાની એક આહટની અસર શેરબજારમાં પર જોવા મળી રહી છે. રેકોર્ડ તેજી બાદ ભારે વેચવાલી અને અંતમાં સેન્સેક્સ-નિફ્ટી ભારે ઘટાડાની સાથે બંધ થયા. કારોબારના અંતમાં 30 શેરો પર આધારિત BSE સેન્સેક્સ 930.88 અંક એટલે કે 1.30 ટકાના ઘટાડાની સાથે 70,506.31 રૂપિયાના સ્તર પર બંધ થયો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે નિફ્ટી 302.95 અંક એટલે કે 1.41 ટકાના ઘટાડાની સાથે 21,150 રૂપિયાના સ્તર પર બંધ થયો.
દેશમાં કોરોનાના નવા વેરિએન્ટના ડરથી (stock markets) શેર માર્કેટ ક્રેશ થઈ ગયું. કોરોનાના નવા વેરિએન્ટના કારણે દેશમાં એકવાર ફરીથી કોવિડના કેસ વધવા લાગ્યા છે. કોરોનાના કેસ વધવાથી બધામાં ડર જોવા મળી રહ્યો છે. હાલ હવે દેશભરમાં કુલ કેસ વધીને 694 થઈ ગયા છે. હેલ્થ મિનિસ્ટ્રીએ પણ આ અંગે જાણકારી આપી છે કે કોરોનાના નવા વેરિએન્ટના કેસ સતત વધી રહ્યા છે. આ પણ બજારમાં કડાકાનું કારણ માનવામાં આવી રહ્યું છે. આ સિવાય એફઆઈઆઈએ 600 કરોડ રૂપિયાથી વધુના શેરની વેચાવલી કરી છે. જેના કારણે (stock markets) બજારમાં કડાકો આવ્યો છે.
stock markets : કયા શેરે ડુબાડ્યા લાખો કરોડો ?
બુધવારે (stock markets) કારોબારમાં ONGC, Tata Consumer Products, Britannia Industries અને HDFC Bank નિફ્ટીના ટોપ ગેઈનર રહ્યા છે. જ્યારે Adani Ports, Adani Enterprises, UPL, Tata Steel અને Coal India નિફ્ટીના ટોપ લૂઝર રહ્યા છે.
એક જ દિવસમાં (stock markets) રોકાણકારોના 9.32 લાખ કરોડ ડૂબ્યા હતા. બીએસઈમાં કંપનીઓની કુલ માર્કેટ કેપ 19 ડિસેમ્બરના રોજ ઘટીને 349.79 લાખ કરોડ રૂપિયાની પર આવી ગઈ હતી , આ પ્રકારે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ આજે લગભગ 9.32 લાખ કરોડ રૂપિયા ઘટી છે. એવામાં રોકાણકારોની સંપત્તિમાં આજે લગભગ 9.32 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો આવ્યો છે.
તમે આ પણ વાંચી શકો છો
કરોડપતિ : ઘરકામ કરતી મહિલા પણ બની શકે છે ! જાણો કેવી રીતે