STEVE JOBS CAR SECRET : સ્ટીવ જોબ્સ દર છ મહિને કાર બદલતા હતા, પરંતુ મોડલ અને કલર સેમ રાખતા, જાણો એ કારણ જે અમુક જ લોકો જાણતા હતા

0
170
STEVE JOBS CAR SECRET
STEVE JOBS CAR SECRET

STEVE JOBS CAR SECRET : માનવામાં આવતું કે કાર પર એક સ્ક્રેચ આવતા જ સ્ટીવ નવી કાર ખરીદી લેતા. સ્ટીવ જોબ્સને સ્પોર્ટ્સ કાર ખૂબ જ પસંદ હતી, જો કે, તેમણે ક્યારેય આના વિશે મોટી મોટી વાતો નથી કરી. અને દર વર્ષે બેસ્ટ વર્ઝન કાર તેઓ વાપરતા હતા. Appleના સ્થાપકે દાયકાઓ સુધી દર છ મહિને બ્લેક કન્વર્ટિબલ પોર્શ 911 ખરીદી. તેમની આસપાસના લોકો સમજતા હતા કે કાર પર એક પણ સ્ક્રેચ અથવા ડેન્ટ આવતા જ સ્ટીવ કાર બદલી નાખે છે. પરંતુ સાચું કારણ કઈક અલગ જ હતું.

આની પાછળનું સાચું કારણ જણાવ્યું એપલના કોમ્પ્યુટર સિક્યુરીટી એક્સપર્ટ અને સોફ્ટવેર એન્જિનીયરે, એ પણ સ્ટીવ જોબ્સ (STEVE JOBS) ની મૃત્યુના થોડા સમય પહેલા જ.  

પુત્રીને પણ વપરાયેલી પોર્શ ભેટમાં ન આપી

વર્ષો સુધી તેમની આસપાસના લોકો એ જ વાત માનતા રહ્યા કે સ્ટીવ સ્ક્રેચના કારણે દર વખતે કાર બદલી નાખે છે. તેઓ આટલા ધનિક પણ છે કે દર છ મહિને કાર બદલી શકે છે.

અહીં સુધી કે સ્ટીવ જોબ્સ (STEVE JOBS) ની દીકરી, લીઝા બ્રેનાન જોબ્સ પણ સ્ક્રેચની કહાની પર જ વિશ્વાસ કરતા હતા. આ વિશે લીઝાએ તેની બુક ‘સ્મોલ ફ્રાય’માં પણ વાત કરી છે. લીઝા લખે છે સ્ટીવ માણસ તરીકે ઉદાર નહોતા. તેમને પણ લાગતું હતું કે સ્ક્રેચના કારણે જ તેમના પિતા કારનું ટ્રેડિંગ કરી નાખે છે. જો કે, લીઝા તેમના પિતા પાસેથી એક યુઝ્ડ પોર્શે મેળવવાની આશા પણ રાખતી હતી.  

પરંતુ જ્યારે એક દિવસ તેણે પિતાને પૂછ્યું કે, ‘ તમે યુઝ કરી લો પછી મને તમારી કાર મળી શકે છે?’ ત્યારે સ્ટીવે રોશમાં જવાબ આપ્યો. ‘બિલકુલ નહીં. તમને કંઈ મળવાનું નથી’ સાથે જ લીઝાએ તેમની બુકમાં લખ્યું. કે મારા બદલે, પિતા સ્ટીવે (STEVE JOBS) સેલ્સમેન ક્રેગ ઇલિયટને તેમની પોર્શ ગિફ્ટ કરી હતી. કારણ કે ઈલિયટે યુનાઇટેડ સ્ટેટ્સમાં બીજા બધા કરતાં વધુ મેકિન્ટોશ એકમો વેચ્યા હતા. 

IMG 0141

શું હતું કાર બદલવાનું કારણ : STEVE JOBS CAR SECRET

વાસ્તવમાં, જોબ્સનું પોર્શે બદલવાનું કારણ એ હતું કે તેને લાયસન્સ પ્લેટથી નફરત હતી અને તેમને તેની કારની નજીક ક્યાંય પણ આવી કોઈ પ્લેટ જોઈતી નહોતી. તે સમયે, કેલિફોર્નિયાએ ડ્રાઇવરોને માલિકીના પ્રથમ છ મહિના માટે લાઇસન્સ પ્લેટનો ઉપયોગ ન કરવાની મંજૂરી આપી હતી. જેના કારણે જોબ્સે (STEVE JOBS) દર 180 દિવસે નવી કાર ભાડે આપવાનો સોદો કર્યો હતો, તેથી તેમણે તેના પર લાઇસન્સ પ્લેટ લગાવવાની જરૂર ન પડે.

જોબ્સનું અવસાન થયું તેના થોડા મહિનાઓ પહેલાં, 2011માં ITWire સાથેની મુલાકાતમાં, Apple માટે કમ્પ્યુટર સુરક્ષા નિષ્ણાત અને સોફ્ટવેર એન્જિનિયર, જોન કાલાસે આ વાતની પુષ્ટિ કરી હતી.

તે સમયે, એવી અફવા પણ હતી કે સ્ટીવ જોબ્સે લાયસન્સ પ્લેટને બદલે તેમની કાર પર બાર કોડ મેળવવા માટે ડિપાર્ટમેન્ટ ફોર મોટર વ્હીકલ (DMV) સાથે સોદો કર્યો હતો. જો કે, આ વાતની પુષ્ટી ન થઈ શકી. પરંતુ તે સમય દરમિયાન સ્ટીવની કાર પર આવા બાર કોડ જોવા મળ્યા હતા.

મર્સિડિઝ પણ છ મહિને બદલી

જણાવવામાં આવે છે કે, પોર્શે 911 બાદ સ્ટીવ જોબ્સે મર્સિડીઝ-બેન્ઝ SL55 AMG કાર ખરીદી હતી અને તે મોડલ સાથે પણ એવું જ કર્યું. દર છ મહિને કાર બદલવી, પ્લેટ વિના વાહન ચલાવવા માટે હંમેશા તે જ કલરની સેમ મોડલ મર્સિડીઝ તેઓ ખરીદતા હતા

સ્પોર્ટ્સ કારના શોખીન, જોબ્સે BMW Z8 પણ ચલાવી. આ મોડલ ઑક્ટોબર 2017માં હરાજીમાં #329,500માં વેચાયું હતું.

વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.