DEEP FAKE : આખરે ડીપફેકને લઈ નવા નિયમો લાવશે સરકાર, તમે પણ શેર કરતા પહેલા આ રીતે ચેક કરો વીડિયો

0
164
DEEP FAKE
DEEP FAKE

DEEP FAKE : ડીપફેકને લઈને સરકાર નવા નિયમો લાવી રહી છે. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે 7-8 દિવસમાં નવા IT નિયમોની સૂચના આપવામાં આવશે.

ડીપફેકને રોકવા માટે કેન્દ્રીય IT મંત્રાલયે નવા નિયમો તૈયાર કરી લીધા છે. આ મુજબ, જે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નવા નિયમોનું ઉલ્લંઘન કરશે તેનો બિઝનેસ ભારતમાં બંધ કરી દેવામાં આવશે. જણાવવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને અન્ય સ્ટેક હોલ્ડર્સ વચ્ચે બે બેઠકો યોજાઈ હતી.

જેમાં એવું નક્કી કરવામાં આવ્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ DEEP FAKE કોન્ટેન્ટને AIની મદદથી ફિલ્ટર કરશે. ડીપફેક કન્ટેન્ટ પોસ્ટ કરનારાઓ સામે IPC અને IT એક્ટની કલમો હેઠળ કેસ નોંધવામાં આવશે.

આ પહેલા 23 નવેમ્બરે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ‘ડીપફેક લોકશાહી માટે નવો ખતરા બની ગયો છે.’ કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મે DEEP FAKE ના જોખમ અને તેની ગંભીરતાને સ્વીકારી છે. વૈષ્ણવે કહ્યું હતું કે ડીપફેકના સર્જકો અને તેને હોસ્ટ કરનાર પ્લેટફોર્મની જવાબદારી નક્કી કરવામાં આવશે.

પીએમ મોદી અને સચિન તેંડુલકરનો ડીપ ફેક વીડિયો બનાવવામાં આવ્યો હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ડીપફેક પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમનો એક ડીપ ફેક વીડિયો આવ્યો હતો. હાલમાં જ પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરનો એક ખોટો વીડિયો વાયરલ થયો હતો. આમાં તેઓ ગેમિંગ એપ ‘સ્કાયવર્ડ એવિએટર ક્વેસ્ટ’ને પ્રમોટ કરતા બતાવવામાં આવ્યા હતા. સચિને કહ્યું- આ વીડિયો ફેક છે અને છેતરવા માટે બનાવવામાં આવ્યો છે.

રશ્મિકા મંદાન્નાના ડીપફેક વીડિયો નવેમ્બરમાં વાયરલ થયો હતો

ગયા વર્ષે નવેમ્બરમાં, રશ્મિકા મંદાન્નાનો એક ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં AI ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઈન્ફ્લુએન્સરના ચહેરા પર રશ્મિકાના ચહેરાને મોર્ફ કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર હજારો લોકોએ રશ્મિકાના આ નકલી વિડિયોને રિયલ ગણાવ્યો કારણ કે તેમાં દેખાતા એક્સપ્રેશન એકદમ રિયલ લાગતા હતા.

ડીપફેક શું છે અને તે કેવી રીતે બને છે? | WHAT IS DEEP FAKE ?

ડીપફેક (DEEP FAKE) શબ્દનો સૌપ્રથમ ઉપયોગ 2017માં થયો હતો. ત્યારપછી અમેરિકાના સોશિયલ ન્યૂઝ એગ્રીગેટર રેડિટ પર ડીપફેક આઈડી ધરાવતી ઘણી સેલિબ્રિટીઝના વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાં એક્ટ્રેસિસ એમા વોટસન, ગેલ ગેડોટ, સ્કારલેટ જોહનસનના ઘણા પોર્ન વીડિયો હતા.

કોઈ બીજાના ચહેરા, અવાજ અને એક્સપ્રેશનને રિયલ વિડિયો, ફોટો અથવા ઑડિયોમાં ફીટ કરવાને ડીપફેક કહેવાય છે. આ એટલું સ્પષ્ટ રીતે થાય છે કે કોઈપણ તેના પર વિશ્વાસ કરી શકે છે. આમાં, નકલી પણ અસલી વસ્તુ જેવી લાગે છે.

આને બનાવવામાં મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં ટેક્નોલોજી અને સોફ્ટવેરની મદદથી વીડિયો અને ઓડિયો બનાવવામાં આવે છે.

આજકાલ રેડી ટુ યુઝ ટેક્નોલોજી અને પેકેજ ઉપલબ્ધ છે. હવે કોઈપણ તેનો ઉપયોગ કરી શકે છે. વર્તમાન ટેકનોલોજીમાં, અવાજમાં પણ સુધારો થયો છે. જેના કારણે વૉઇસ ક્લોનિંગ ખૂબ જ ખતરનાક બની ગયું છે.જ કે, બધા જ વીડિયો ચેક નથી થઈ શકતા એટલે જ સોશિયલ મીડિયા યુઝર્સે જ ફેક કે રિયલ વીડિયોમાં તફાવત શોધતા આવડવું જોઈએ. નીચે આપેલા પોઈન્ટ્સ વાંચી લો, અને હવેથી કોઈ પણ શંકાસ્પદ વીડિયોને શેર કરતા પહેલા આ રીતે ચેક કરી પછી જ શેર કરો..

કેવી રીતે ઓળખશો વીડિયો રિયલ છે કે DEEP FAKE

ચહેરા પર ધ્યાન આપો. ડીપફેક (DEEP FAKE) હમેશા ચહેરાના ભાવ બદલી નાખે છે

ગાલ અને હાથ પર ધ્યાન આપો. સ્કિન વધારે પડતી ઓઈલી અથવા વધુ પડતી કરચલીઓ દેખાશે

આંખો અને આઈબ્રો પર ધ્યાન આપો. નોટ કરો કે બોડીનો પડછાયો સાચી જગ્યાએ પડી રહ્યો છે કે નહીં.

લિપસિંગ પર ધ્યાન આપો. અમુક ડીપ ફેક લિપ સિંકિંગ પર આધઆરિત હોય છે. નોટ કરો કે લિપસિંક નેચુરલ છે કે નહીં.

ચેહરા પર મસા અને તલ પર ધ્યાન આપો

ચહેરા પર વાળ અસલ દેખાઈ રહ્યા છે કે નહીં. કોઈ પુરુષના વીડિયોમાં ઘણી વખત કોર્નર પર એક શાઈન હોય છે જેને સાઈડબર્ન કહેવામાં આવે છે

આંખના પલકારા પર ધ્યાન આપો, શું વ્યક્તિ પર્યાપ્ત અથવા વધારે પલકારા મારી રહ્યો છે.

ચશ્મા પર ધ્યાન દો. જુઓ કે તેમાં કયો પડછાયો પડી રહ્યો છે અને તે વીડિયોના માહોલથી મેળ ખાઈ રહ્યો છે કે નહીં.

વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.