વોટ્સએપના નવા ફિચરથી ફેસબુક પર સ્ટેટસ કરી શકાશે શેર

0
67

લગભગ દર મહિને મેસેજિંગ એપ Whatsapp નવાં-નવાં ફિચર્સ લોન્ચ કરી રહ્યું છએ જેના કારણે યૂઝર્સને વધુ સારો અને સુરક્ષિત ચેટિંગ અનુભવ મળી શકે છે. લેટેસ્ટ અપડેટ એવો છે કે જેમાં એક બટન અથવા એક ક્લિકની મદદથી યૂઝર પોતાનું વોટ્સએપ સ્ટેટસ ફેસબુક પર પોસ્ટ કરી શકશે. આ અપડેટ તમારા વોટ્સએપ અને ફેસબુકને જોડે છે. હવે યૂઝર્સ માત્રે એક બટન પર ટેપ કરીને ફેસબુક પર સ્ટેટસ શેર કરી શકશે.ઈંસ્ટાગ્રામ યૂઝર્સને પોતાની સ્ટોરી ફેસબુક પર શેર કરવાનો સરળ વિકલ્પ ઘણાં સમયથી મળી ગયો છે અને હવે આવો જ એક મોકો વોટ્સએપ સ્ટેટસને પણ મળવા જઈ રહ્યો છે. વોટ્સએપ સ્ટેટસની જેમ ફેસબુક અને ઈંસ્ટાગ્રામ સ્ટોરીઝ પણ 24 કલાક માટે શેર થઈ શકે છે અને ત્યારબાદ આપોઆપ ગાયબ થઈ જાય છે. વોટ્સએપે ઘોષણા કરી છે કે હવે વોટ્સએપ સ્ટેટસ આપમેળે ફેસબુક સ્ટોરીઝમાં એક ક્લિક માત્રથી શક્ય બની શકશે. આ સુવિધા મેળવવા માટે યૂઝરે આ વિકલ્પને ફેસબુક સેટિંગ પર ઈનેબલ કરવું પડશે.