State of Emergency in Iran: મધ્ય પૂર્વ (Middle East) માં સ્થિતિ અત્યંત સ્ફોટક બની ગઈ છે. ભારતીય સમય અનુસાર શનિવારે વહેલી સવારે અમેરિકા અને ઈઝરાયેલે મળીને ઈરાન પર ભીષણ હવાઈ હુમલા કર્યા છે. ઈરાનની રાજધાની તેહરાન સહિત અનેક શહેરોમાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટના અવાજો સંભળાયા છે, જેના કારણે ઈરાનમાં કટોકટી (Emergency) જાહેર કરવામાં આવી છે.
State of Emergency in Iran:સુપ્રીમ લીડરની ઓફિસ પાસે હુમલો
સૌથી ચોંકાવનારા સમાચાર એ છે કે ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા ખામેનેઈની ઓફિસની નજીક પણ મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. હુમલાની ગંભીરતા જોતા ખામેનેઈને તાત્કાલિક કોઈ અજ્ઞાત અને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઈરાની એરસ્પેસ બંધ કરી દેવામાં આવી છે અને તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.

State of Emergency in Iran:અમેરિકા અને ઈઝરાયેલની સંયુક્ત કાર્યવાહી
અમેરિકી અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે આ હુમલા ઈઝરાયેલ અને અમેરિકાના સંયુક્ત ઓપરેશનનો ભાગ છે. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) એ આ હુમલાને ‘પ્રિવેન્ટિવ એટેક’ ગણાવ્યો છે. નોંધનીય છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈઝરાયેલની મુલાકાત પૂર્ણ કરી પરત ફર્યાના બીજા જ દિવસે આ હુમલો થયો છે, જે રાજદ્વારી દૃષ્ટિએ પણ ચર્ચાનો વિષય બન્યો છે.

State of Emergency in Iran:મોસાદનો ઈરાની નાગરિકોને સંદેશ
ઈઝરાયેલની ગુપ્તચર એજન્સી ‘મોસાદ’ એ ફારસી ભાષામાં ટેલિગ્રામ ચેનલ પર ઈરાની જનતાને સંબોધતા કહ્યું છે કે, “ઈરાની ભાઈઓ અને બહેનો, તમે એકલા નથી.” મોસાદે ઈરાની નાગરિકોને આ સંઘર્ષના વીડિયો અને ફોટો શેર કરવા અપીલ કરી છે, જેને મનોવૈજ્ઞાનિક યુદ્ધ (Psychological Warfare) ના ભાગરૂપે જોવામાં આવી રહ્યો છે.
વૈશ્વિક અસરો અને સાવચેતી
- એરસ્પેસ બંધ: ઈરાન બાદ ઈઝરાયેલે પણ પોતાનું હવાઈ ક્ષેત્ર નાગરિક ઉડ્ડયન માટે બંધ કરી દીધું છે.
- કતાર અને ઓમાન: કતારમાં અમેરિકી દૂતાવાસે પોતાના સ્ટાફને બંકરોમાં રહેવાની સૂચના આપી છે. જ્યારે ઓમાને થોડા સમય પહેલા જ દાવો કર્યો હતો કે ઈરાન ન્યુક્લિયર મટિરિયલ ન રાખવા સંમત થયું હતું, પરંતુ તે પહેલા જ હુમલો થઈ ગયો.
- ટ્રમ્પની ધમકી: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા જ ઈરાન પર કાર્યવાહીના સંકેતો આપ્યા હતા, જે હવે હકીકત બન્યા છે.
આ પણ વાંચો : PM મોદીનો અજમેરથી દેશની દીકરીઓને મોટો સુરક્ષા કવચ: સર્વાઇકલ કેન્સર મુક્ત ભારત માટે HPV વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ




