જળસંચય માટે રાજ્ય સરકારનો નવતર અભિગમ

0
178

પાણીની અછત ધરાવતા વિસ્તારોની ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન ફીટ કરવા માટે અરજીઓ મંગાવાઈ

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા જળસંચયને આગળ ધપાવવા રાજ્ય સરકારે ખેડૂત હિતલક્ષી અનેકવિધ નવતર પગલાંઓ હાથ ધર્યાં છે.  પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં ખેત તલાવડી બનાવી જીઓમેમ્બ્રેન ફીટ કરવામાં આવે તો ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો સંગ્રહ કરીને પાક બચાવવામાં તેમજ રવિ સિંચાઈમાં પાણીને ઉપયોગ કરી શકાય. આમ, ખેતતલાવડીમાં સંગ્રહિત પાણી થકી ખેડૂતોના પાકને પૂરક સિંચાઇ કરી વધુ પાક ઉત્પાદન મેળવી ભૂગર્ભજળનો વપરાશ ઘટાડી શકાશે.આ માટે રાજ્યના પાણીની અછતવાળા દસ જિલ્લાઓમાં ખેડૂતોએ સ્વખર્ચે ખોદાણ કરી બનાવેલ ખેત તલાવડીઓમાં જીઓમેમ્બ્રેન સરકારી ખર્ચે ફીટ કરી લાભ આપવાનું નક્કી કરાયું છે.  આ યોજના અંતર્ગત હાલમાં બનાસકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ,  રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, નર્મદા અને ડાંગ સહિત કુલ ૧૦ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ