દરેક માતા પિતા એવું ઈચ્છતા હોય છે કે રમકડા એવા પ્રકારના હોવા જોઈએ કે જે બાળકોના માનસિક વિકાસમાં પણ મદદ કરે . પરંતુ રમકડા વેચાણ કરતા વેપારી હોય કે ઉત્પાદક કર્તા માર્કેટિંગની વાત આવે છે. ત્યારે દરેક એમ જ કહે છે કે, “આ રમકડું તમારા બાળકને વધુ સ્માર્ટ બનાવશે!” તમે કેવી રીતે જાણો છો કે ખરેખર શું ફાયદાકારક છે? અને શું “તમારા બાળકને વધુ સ્માર્ટ બનાવવું” એ ધ્યેય છે કે જેના માટે તમે ખરેખર પ્રયત્ન કરવા માગો છો? દર્શક મિત્રો આજે આ જ વિષય પર ગુજરાત સ્ટાર્ટઅપ કાર્યક્રમ અંતર્ગત IIT ગાંધીનગરથી અભ્યાસ કરીને પોતાનું સ્ટાર્ટઅપ કરનાર નીરજ અને માનસીની મુલાકાત કરી અને જાણ્યું કેવા પ્રકારના રમકડા દ્વારા બાળકોના સ્કીલ ડેવલોપમેન્ટ પર સંશોધન કર્યું છે.
આ રમકડાં માત્ર “બાળકોને મીકેનીકલ જ્ઞાન અને જ્ઞાનાત્મક વિકાસ પર વ્યાપક સંશોધનને અનુસરીને” ડિઝાઇન કરવામાં આવ્યા છે, અને ટકાઉ પર્યાવરણને અનુકૂળ સામગ્રીથી બનાવવા માટે પરંપરાગત બોર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો. આ ઇનોવેશન કરતા પહેલા નીરજ અને માનસીએ અનેક બાળકોના માતાપિતા સાથે સીધો સંવાદ કર્યો અને સમજવાનો પ્રયત્ન કર્યો કે બાળકોના સ્કીલ ડેવલોપમેન્ટ પ્રત્યે તેઓ કેટલા સજાગ છે અને કેવી રીતે તેઓ બાળકોના સર્વની વિકાસ માટે વિચારે છે અને આ સંવાદ પછી એક એવા પ્રકારના રમકડા બનાવ્યા જે આસાનીથી જોડી શકાય અને તેના પાર્ટ અલગ કરીને ફરુથી બનાવી પણ શકાય .
દરેક માતા પિતાએ બાળકોના ભવિષ્ય અંગે ચિતા ચોક્કસ હોય છે પરંતુ જયારે બહારમાં મળતા રમકડા જયારે ડેવલોપમેન્ટ ના દાવાઓ કરતા હોય છે ત્યારે આ રમકડા ખુબ ઉપયોગી સાબિત થશે .
આ ઇનોવેશન કરતા પહેલા નીરજ અને માનસીએ અનેક બાળકોના માતાપિતા સાથે સીધો સંવાદ કર્યો અને સમજવાનો પ્રયત્ન કર્યો કે બાળકોના સ્કીલ ડેવલોપમેન્ટ પ્રત્યે તેઓ કેટલા સજાગ છે અને કેવી રીતે તેઓ બાળકોના સર્વની વિકાસ માટે વિચારે છે અને આ સંવાદ પછી બાળકો માટે એક એવા પ્રકારના રમકડા આધુનિક સમયમાં બાળકોને ઓનલાઈન ગેમ , મોબાઈલ ફોન પર ચીપકી રહેવું તે અંગેની વાલીઓની ફરિયાદોને પણ દૂર કરશે . ગુજરાત સ્ટાર્ટઅપ અંતર્ગત રાજ્યના યુવાનો આત્મનિર્ભર બનીને સમાજના વિકાસમાં અને દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે