સ્ટાર્ટઅપ કોન્ક્લેવ-૨૦૨૩ પ્રિ-વાઇબ્રન્ટ ઇવેન્ટનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ટેલેન્ટ પુલના સામર્થ્યને પ્રોત્સાહન આપી વિકસિત ભારત@૨૦૪૭નું લક્ષ્ય પાર પાડવા માટે સ્ટાર્ટ અપ ઇનોવેશન-નવાચારને અગ્રતા આપી છે.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાનએ સ્ટાર્ટઅપ, સ્કિલ અને સ્પોર્ટ્સ એમ ‘થ્રી-એસ’ ના કોન્સેપ્ટથી યુવાશક્તિને ગ્લોબલ કોમ્પિટીશનમાં આગવી ઓળખ આપી છે. મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં એગ્ઝિબિશન સેન્ટર ખાતે યોજાઇ રહેલી સ્ટાર્ટ અપ કોન્કલેવ-૨૦૨૩ના પ્રારંભ અવસરે સંબોધન કરી રહ્યા હતા. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધ રૂપે પ્રિ-ઇવેન્ટ તરીકે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આ સ્ટાર્ટઅપ કોન્કલેવ-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું છે.સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટર્સ તથા એન્જલ નેટવર્ક્સના વિચારો તથા તકોના આદાન-પ્રદાનના એક સક્ષમ પ્લેટફોર્મ તરીકે આ કોન્ક્લેવ ગુજરાતને દેશ વિદેશ સાથે સાંકળતી આંતરરાષ્ટ્રીય કક્ષાની ઇવેન્ટ તરીકે યોજાઈ રહી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કોન્ક્લેવમાં સહભાગી યુવા અને ઉત્સાહી સ્ટાર્ટઅપ્સને પ્રેરણા આપતા કહ્યું કે, યુવાઓને પારંપરિક પદ્ધતિના જ્ઞાન-કૌશલ્યથી આગળ વધીને સમયાનુકૂલ ગ્લોબલ પ્રેક્ટિકલ નોલેજ તથા ઇનોવેશન્સને વાસ્તવિક સ્વરૂપ આપવા વડાપ્રધાનએ સમયથી બે કદમ આગળનો વિચાર કર્યો છે.આ માટે વડાપ્રધાનએ ૨૦૧૬માં સ્ટાર્ટઅપ ઇન્ડિયા કાર્યક્રમ શરૂ કરાવેલો છે. આ સ્ટાર્ટ અપ ઇન્ડિયાની સફળતાને પગલે ભારત વડાપ્રધાનના નેતૃત્વમાં વિશ્વની ત્રીજી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બન્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.આ સિદ્ધિ પાછળ વડાપ્રધાનની દેશના યુવાઓના સામર્થ્યને ગ્લોબલ પ્લેટફોર્મ આપવાની ગેરંટી છે. તેમણે નયા ભારતના નિર્માણ માટે જે યુવા કેન્દ્રી યોજનાઓ અને સફળ પ્રયાસો કર્યા છે તેમાં ગુજરાત અગ્રણી રહ્યું છે તેમ પણ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
વધુ સમાચાર માટે જોતા રહોવી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ