અમદાવાદ : રાજ્યમાં પ્રથમવાર સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવનું આયોજન

0
820
Sports Startup
Sports Startup

Sports Startup Conclave : અમદાવાદ ખાતે આવેલા ટ્રાન્સ્ટેડિયા યુનિવર્સિટી ખાતે રાજ્યમાં પ્રથમવાર કોઈ સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવનું આયોજન કરાયું હતું, જેમાં કોન્ક્લેવમાં રમતગમત મંત્રી હર્ષ સંઘવી, ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશનના વાઇસ પ્રેસિડન્ટ અજય પટેલ હાજર રહ્યા હતા. અમદાવાદ, વડોદરા ઉપરાંત મુંબઈ, દક્ષિણ ભારતની સ્ટાર્ટઅપ કંપનીઓએ ભાગ લીધો હતો.

પ્રથમવાર યોજાયેલા સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ (Sports Startup Conclave) માં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતને સ્પોર્ટ્સ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનો લક્ષ્યાંક હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આવનારા સમયમાં જાહેર થનારી સ્પોર્ટ્સ પોલિસીમાં ગુજરાત સરકાર દ્વારા સ્પોર્ટ્સ મેન્યુફેક્ચરિંગને પ્રાથમિકતા આપવામાં આવશે. સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરવાની સાથે તેમને ગુજરાતમાં જ મેન્યુફેક્ચરિંગ માટે પ્રોત્સાહિત કરાશે.

Sports Startup Conclave
Sports Startup Conclave

હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, આ ઈવેન્ટની જ્યૂરીમાં કોઈ રાજકીય વ્યક્તિને સામેલ કરવામાં આવી નથી.

રમત-ગમત વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે, એપ્રિલમાં મણિપુર ખાતે રમતગમત મંત્રીઓની પરિષદ દરમિયાન કેન્દ્ર સરકારે સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ અંગે વિચાર રજૂ કર્યો હતો. જે પછી ગુજરાત સરકારે આ Sports Startup Conclave નું આયોજન કરવામાં આવ્યું.

Sports Startup Conclave

આ સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવમાં સ્પોર્ટ્સ ડેટા એનાલિટિક્સ, ટેક્નોલોજી, સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વિએરેબલ ટેક્નોલોજી, પર્ફોર્મન્સ પ્લેટફોર્મ્સ સહિતના સ્ટાર્ટઅપ સાથે જોડાયેલી કંપનીઓએ ભાગ લીધો. 60થી વધુ ટોચના સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ્સ કોન્ક્લેવમાં રજિસ્ટર થયાં છે, જેમાં 8 સ્ટાર્ટઅપ્સને પિચબુક ગ્રાન્ડ ફિનાલે માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી વિજેતાને 25 લાખનો પુરસ્કાર એનાયત કરવામાં આવશે.

Sports Startup

આ કોન્ક્લેવમાં સામેલ કંપનીઓએ જણાવ્યું કે, સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપને રાજ્ય સરકાર 10-20 લાખનું ફંડ આપી રહી છે. તેમનું પૂરતું સમર્થન પણ મળી રહ્યું છે. જોકે રાજ્યનાં વિવિધ એસોસિએશન અને તેમની જૂની વિચારધારા સ્ટાર્ટઅપ માટે મોટો પડકાર છે.