Sonia Gandhi Voter List Case :નવી દિલ્હી: સંસદમાં ચૂંટણી સુધારાઓ પર ચર્ચા ચાલી રહી હોય ત્યારે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધી માટે મહત્ત્વપૂર્ણ કાનૂની મુશ્કેલી ઊભી થઈ છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટએ 1980ની મતદાર યાદીમાં તેમનું નામ ભારતીય નાગરિકતા મેળવતા પહેલા કેવી રીતે ઉમેરાયું? તે અંગે નોટિસ જારી કરી છે.

Sonia Gandhi Voter List Case : મામલો શું છે?
અરજદાર વિકાસ ત્રિપાઠીએ એવો આક્ષેપ કર્યો છે કે:
- સોનિયા ગાંધીનું નામ 1980ની નવી દિલ્હી મતદાર યાદીમાં સામેલ હતું
- પરંતુ તેઓએ 30 એપ્રિલ 1983ના રોજ ભારતીય નાગરિકતા મેળવી
- એટલે મતદાર યાદીમાં પહેલાં જ નામ કેવી રીતે ઉમેરાયું?
- શું તેમાં બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ થયો હતો?
આ આક્ષેપોના આધારે FIR નોંધવાની માંગ સાથે અરજી દાખલ કરવામાં આવી હતી.
Sonia Gandhi Voter List Case : મેજિસ્ટ્રેટ કોર્ટનો નિર્ણય અને પડકાર
વધારાના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ (ACMM) વૈભવ ચૌરસિયાએ:
- અરજી ફગાવી દીધી હતી
- કહ્યું કે મતદાર યાદી સંબંધિત મુદ્દાઓ કોર્ટના અધિકારક્ષેત્રથી બહાર છે
- આ મુદ્દે દખલ કરવાથી બંધારણની કલમ 329નું ઉલ્લંઘન થઈ શકે
આ નિર્ણય સામે રિવિઝન અરજી દાખલ થયા બાદ, રાઉઝ એવન્યુ કોર્ટે સોનિયા ગાંધીને નોટિસ મોકલી.

Sonia Gandhi Voter List Case :કોર્ટના મહત્વના પ્રશ્નો
કોર્ટ અને અરજદારના મુખ્ય પ્રશ્નો:
- જો નાગરિકતા 1983માં મળી, તો 1980ની મતદાર યાદીમાં નામ કેવી રીતે ઉમેરાયું?
- કયા દસ્તાવેજોના આધારે એન્ટ્રી થઈ?
- 1982માં મતદાર યાદીમાંથી તેમનું નામ કેમ કાઢી નાખવામાં આવ્યું?
- શું નકલી/ગેરકાયદેસર દસ્તાવેજોનો ઉપયોગ થયો હતો?
કોર્ટે કોને નોટિસ મોકલી?
- સોનિયા ગાંધી
- દિલ્હી પોલીસ
બંને પાસેથી કોર્ટએ રિવિઝન અરજી પર જવાબ માંગ્યો છે.
આગળ શું થશે?
રાઉઝ એવન્યુ કોર્ટ હવે:
- સોનિયા ગાંધી તરફથી મળનારા જવાબનું નિરીક્ષણ કરશે
- મતદાર યાદીમાં નામ ઉમેરવાની પ્રક્રિયા કાયદેસર હતી કે નહીં તેનો તાગ લેશે
- FIR નોંધવાની જરૂર છે કે નહીં તે અંગે નિર્ણય લેશે
વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક




