Land Survey Big Update :ગુજરાત સરકારે જમીન માપણીની પ્રક્રિયાને ઝડપી, પારદર્શક અને લોકોને અનુકૂળ બનાવવા માટે મોટો વહીવટી સુધાર કર્યો છે. હવે ખાનગી લાયસન્સી સર્વેયરોને લાયસન્સ આપવા અને મોનિટરિંગ કરવાની સંપૂર્ણ સત્તા જિલ્લા કલેક્ટર પાસે હશે. આ નવો નિયમ 4 ડિસેમ્બર 2025થી અમલમાં આવી ગયો છે.
અગાઉ શું થતું હતું?

હાલની વ્યવસ્થા મુજબ જમીન માપણી માટે લોકોની અરજી સેટલમેન્ટ કમિશ્નર સુધી જતી હતી.
- અહીં પ્રક્રિયા લાંબી હતી
- પેન્ડિંગ કેસો વધી જતા
- લોકો ઘણીવાર મહિનાઓ સુધી માપણી માટે રાહ જોતા
- ફરિયાદો સતત વધી રહી હતી
આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને સરકારે સિસ્ટમમાં સુધારવાનો નિર્ણય લીધો છે.
Land Survey Big Update : હવે શું બદલાયું છે?
લાયસન્સ ઈશ્યૂ કરવાની સત્તા કલેક્ટરને સોંપાઈ
જિલ્લા કલેક્ટર હવે:
- ખાનગી સર્વેયરને લાયસન્સ આપશે
- સર્વેયરની પ્રોફાઇલ વેરિફિકેશન કરશે
- લાયકાત ચકાસશે
- ફી નક્કી કરશે
- માપણી કેસો સર્વેયરોને ફાળવશે
- તમામ કામગીરીનું મોનિટરિંગ કરશે
આથી સમગ્ર પ્રક્રિયા સ્થાનિક સ્તરે જ ઝડપી પૂર્ણ થશે.

સંપૂર્ણ મોનિટરિંગ કલેક્ટર કચેરી હેઠળ
નવા ઠરાવ મુજબ સર્વેયરોની દરેક પ્રવૃત્તિ —
- પરફોર્મન્સ
- કેસ ફાળવણી
- કામની ઝડપ
- શિસ્ત
— બધું કલેક્ટર સીધું નિરીક્ષણ કરશે.
Land Survey Big Update : પોલીસ વેરિફિકેશન ફરજિયાત
ભ્રષ્ટાચાર અટકાવવા માટે સરકાર દ્વારા મોટો પગલું:
- દરેક ખાનગી સર્વેયરનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત
- કલેક્ટર તમામ લાયસન્સનો ડિજિટલ રેકોર્ડ જાળવશે
- સમયાંતરે રાજ્ય સરકારને રિપોર્ટ મોકલાશે
Land Survey Big Update : શું ફાયદો થશે લોકોને?
મહેસૂલ વિભાગ મુજબ આ સુધારાથી:
માપણીના પેન્ડિંગ કેસમાં મોટો ઘટાડો
કેસો ઝડપથી ફાળવાશે
નાગરિકોને જિલ્લા કચેરીમાં જ ઝડપી સેવા
પ્રક્રિયા પારદર્શક અને જવાબદારીપૂર્ણ
ભ્રષ્ટાચાર પર કાબૂ
રાજ્ય સરકારનું માનવું છે કે સ્થાનિક સ્તરે સત્તા આપવાથી લોકોના કામમાં ઝડપ અને સુવિધા વધે, અને જમીન સંબંધિત વિવાદો પણ વહેલી તકે ઉકેલાય.
વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો




