દેશમાં હાલ સુધીમાં ૨૨૦.૬૬ કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

0
212

ભારતમાં કોરોના કાબુમાં રહે તે માટે પૂરજોશમાં રસીકરણ ચાલી રહ્યું છે. નવી યાદી મુજબ, દેશમાં વધુ ૩૧૬૭ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. સરકારી અહેવાલ મુજબ, હાલ સુધીમાં ૨૨૦.૬૬ કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ૯૫.૨૧ કરોડ સેકન્ડ ડોઝ અને ૨૨.૮૭ કરોડ પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. હાલમાં દેશમાં કોરોનાનો ડેઇલી પોઝીટીવીટી રેટ ૩.૩૧ ટકા છે, જયારે વીકલી પોઝીટીવીટી રેટ ૪.૨૫ ટકા છે.