Smriti Irani: નાગપુરમાં નમો કાર્યક્રમમાં બોલતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, જો મારો અવાજ રાહુલ ગાંધી સુધી પહોંચતો હોય તો કાન ખોલીને સાંભળી લે, તમારા (યુપીએ)ના 10 વર્ષ અને મોદીના 10 વર્ષ વચ્ચે શું તફાવત છે તેની ચર્ચા થવી જોઈએ. ભારતીય જનતા યુવા મોરચા દ્વારા યુવા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને ડિબેટનો પડકાર ફેંક્યો હતો.
સ્મૃતિ ઈરાનીનો ખુલ્લો પડકાર | Smriti Irani gave open challenge
સ્મૃતિ ઈરાની (Smriti Irani) એ રાહુલ ગાંધીને યુપીએના 10 વર્ષના શાસન અને નરેન્દ્ર મોદી સરકારના 10 વર્ષના કામકાજ વચ્ચેના “તફાવત” પર ચર્ચા કરવાનો પડકાર ફેંક્યો છે. સોમવારે નાગપુરમાં ‘નમો’ કાર્યક્રમમાં બોલતા, તેમણે કહ્યું, “જો મારો અવાજ રાહુલ ગાંધી સુધી પહોંચે છે, તો તેમણે ખુલ્લા કાનથી સાંભળવું જોઈએ. તમારા (યુપીએ)ના 10 વર્ષ અને મોદીના 10 વર્ષ વચ્ચે શું તફાવત છે?” આના પર ચર્ચા થવી જોઈએ.” ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ‘યુવા મહાસંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું.
પરિવારવાદ પર રાજકીય સંઘર્ષ
થોડા દિવસો પહેલા પટનામાં આયોજિત જન વિશ્વાસ રેલીમાં લાલુ યાદવે કહ્યું હતું કે પીએમ મોદીનો કોઈ પરિવાર નથી. આ નિવેદનને લઈને રાજકીય ખળભળાટ મચી ગયો છે. સોમવારે પીએમ મોદીએ લાલુ યાદવનું નામ લીધા વગર વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે આખો દેશ મારો પરિવાર છે.
આ પછી ભાજપના નેતાઓએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ Xના બાયોમાં તેમના નામ સાથે (મોદીનો પરિવાર) લખ્યું. આ મુદ્દાનો ઉલ્લેખ કરતાં સ્મૃતિ ઈરાનીએ કટાક્ષ કરતા કહ્યું કે, ઈન્ડીયાના એક નેતાએ કહ્યું કે મોદીનો કોઈ પરિવાર નથી, પરંતુ અમે મોદીનો પરિવાર છીએ.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો




