SMC Raid Fallout: વાઘોડિયામાં SMC રેડ બાદ 2 પોલીસકર્મીની બદલી, બુટલેગરો સાથેની સાઠગાંઠ ખુલતાં પોલીસ બેડામાં ચકચાર

0
126
SMC Raid Fallout
SMC Raid Fallout

 SMC Raid Fallout: વડોદરા જિલ્લાના વાઘોડિયામાં થયેલી બહુચર્ચિત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની રેડ બાદ પોલીસ વિભાગમાં મોટો એક્શન લેવામાં આવ્યો છે. વાઘોડિયા પોલીસ સ્ટેશનના બે પોલીસ કોન્સ્ટેબલની તાત્કાલિક બદલી કરવામાં આવી છે. કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહની ભરૂચ અને પ્રદિપસિંહની અમદાવાદમાં બદલી કરવામાં આવી છે. સમગ્ર પ્રકરણમાં બુટલેગરો સાથે પોલીસ કર્મીઓની સાઠગાંઠ બહાર આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે.

9 જાન્યુઆરીએ વાઘોડિયા ગામના બસ સ્ટેન્ડ પાછળ આવેલા આનંદ નગરી વિસ્તારમાં વિદેશી દારૂનું કટીંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન SMCની ટીમે અચાનક દરોડો પાડી ₹17.72 લાખ કિંમતની 6129 વિદેશી દારૂની બોટલો જપ્ત કરી હતી. સાથે જ બુટલેગર અને દારૂના સપ્લાયર સહિત કુલ 9 શખસોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

SMC Raid Fallout: PI બાદ હવે કોન્સ્ટેબલ પર પણ કાર્યવાહી

SMC Raid Fallout

પ્રદિપસિંહ વાઘેલા

SMC રેડના રિપોર્ટના આધારે અગાઉ વાઘોડિયા પોલીસ સ્ટેશનના તત્કાલીન PI પૃથ્વીરાજસિંહ જાડેજાની બદલી કરવામાં આવી હતી. ત્યારબાદ મામલો રાજ્યના પોલીસ વડા સુધી પહોંચતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હવે આ જ કેસમાં બે પોલીસ કોન્સ્ટેબલ સામે પણ કાર્યવાહી કરવામાં આવતા પોલીસ બેડામાં ભારે ચકચાર મચી છે.

PI જાડેજા અને બંને કોન્સ્ટેબલો સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

SMC Raid Fallout: બુટલેગરની ડાયરીએ ખોલ્યા રહસ્યો

SMC Raid Fallout

જીતેન્દ્રસિંહ

SMCની રેડ દરમિયાન મળેલી 9 ડાયરીઓ (ચોપડા)માંથી કરોડો રૂપિયાની લેવડદેવડના હિસાબો સાથે અનેક પોલીસકર્મીઓના મોબાઈલ નંબર પણ મળ્યા હતા. આ ડાયરીઓને કેસનો સૌથી મોટો પુરાવો માનવામાં આવી રહ્યો છે, જેના આધારે ઉચ્ચ સ્તરે તપાસ આગળ ધપાવવામાં આવી છે.

વૈભવી કારો સહિત 41.92 લાખનો મુદ્દામાલ જપ્ત

દરોડા દરમિયાન દારૂ કારોમાં ભરીને સપ્લાય કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. SMC દ્વારા વૈભવી કારો સહિત કુલ 10 વાહનો, 12 મોબાઈલ ફોન, રોકડ રકમ સાથે કુલ ₹41.92 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ મામલે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

SMC Raid Fallout

પૃથ્વીરાજસિંહ જાડેજા

પકડાયેલ આરોપીઓ

  1. કરણ પુંજાભાઈ બારીયા – વાઘોડિયા
  2. વિનોદ ભગવાનભાઈ વસાવા – છાત્રાલય પાછળ, વાઘોડિયા
  3. બકા પંકજ હરિકૃષ્ણ મોટકા – દેવડિયા, વાઘોડિયા
  4. નવનીત મહેશભાઈ તડવી – ભાટપુર, સંખેડા
  5. અજય રમેશભાઈ વસાવા – જુના મોજધા, ડેડીયાપાડા
  6. કંચન હરિસિંહ બામણીયા – જારોલી, અલીરાજપુર
  7. દિનેશ હર્ષિભાઈ બામણીયા – અલીરાજપુર
  8. પરેશ નરેશભાઈ નાયકા – છોટાઉદેપુર
  9. જૈમીન હરેશભાઈ બારીયા – છાત્રાલય પાછળ, વાઘોડિયા

SMCની આ કાર્યવાહી બાદ પોલીસ વિભાગમાં અંદરની સાફસફાઈ શરૂ થઈ હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, જ્યારે આવનારા દિવસોમાં વધુ અધિકારીઓ સામે કાર્યવાહી થવાની શક્યતા પણ નકારાતી નથી.

આ પણ વાંચો :Pariksha Pe Charcha:PM મોદીની વિદ્યાર્થીઓને સલાહ: માત્ર કેરી જોવાથી કેરી મળતી નથી, મહેનત જરૂરી