Home State Gujarat Murder in Ahmedabad:અમદાવાદના વાસણામાં લોહિયાળ ખેલ: ઊંઘમાં જ 25 વર્ષીય યુવકની નિર્મમ...

Murder in Ahmedabad:અમદાવાદના વાસણામાં લોહિયાળ ખેલ: ઊંઘમાં જ 25 વર્ષીય યુવકની નિર્મમ હત્યા, બહેનની નજર સામે જ હત્યારો ભાઈને રહેંસી નાસી છૂટ્યો

0
342
Murder in Ahmedabad
Murder in Ahmedabad

Murder in Ahmedabad: શહેરના વાસણા વિસ્તારમાં રવિવારની મોડી રાત્રે કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ઘરની બહાર નિરાંતે સૂતેલા 25 વર્ષીય હિતેશ મેઘવાલ નામના યુવક પર અજાણ્યા શખસે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો છે. આ સમગ્ર ઘટના હિતેશની સગી બહેનની નજર સામે બની હતી, જેણે ભાઈને બચાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ હત્યારો અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો.

Murder in Ahmedabad:ઘટનાની વિગતો:

Murder in Ahmedabad
  • સ્થળ: ભરવાડ વાસ, વાસણા, અમદાવાદ.
  • સમય: 23 માર્ચની મધરાત્રે આશરે 2:30 વાગ્યે.
  • ભોગ બનનાર: હિતેશ મેઘવાલ (ઉંમર 25 વર્ષ).

Murder in Ahmedabad:બહેન જાગી ગઈ પણ ભાઈને ન બચાવી શકી

મળતી માહિતી મુજબ, હિતેશ તેના ઘરની બહાર ખુલ્લામાં પલંગ પર સૂતો હતો અને તેની બાજુના જ પલંગ પર તેની બહેન જ્યોતિ પણ સૂતી હતી. રાત્રે અઢી વાગ્યાના સુમારે હિતેશના ચીસો પાડવાના અવાજથી જ્યોતિની ઊંઘ ઉડી ગઈ હતી. તેણે જોયું તો એક અજાણ્યો શખસ હિતેશ પર તીક્ષ્ણ હથિયારથી આડેધડ ઘા કરી રહ્યો હતો.

જ્યોતિએ બૂમ પાડીને પૂછ્યું, કેમ મારા ભાઈને મારે છે?” તે સાંભળતા જ હુમલાખોર ત્યાંથી ભાગી છૂટ્યો હતો. લોહીલુહાણ હાલતમાં હિતેશને જોઈ જ્યોતિએ બૂમાબૂમ કરતા પરિવારજનો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા.

હોસ્પિટલ પહોંચે તે પહેલા જ દમ તોડ્યો

Murder in Ahmedabad

ઘટના બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી, પરંતુ હિતેશના શરીરમાંથી એટલું લોહી વહી ગયું હતું કે ડોક્ટરોએ તેને તપાસીને સ્થળ પર જ મૃત જાહેર કર્યો હતો. પથારી લોહીથી તરબોળ જોઈ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

પોલીસ તપાસ તેજ

બનાવની જાણ થતા જ વાસણા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

  • પીઆઇ આર. એન. પટેલના જણાવ્યા મુજબ, પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
  • પરિવારના સભ્યોના નિવેદન લેવામાં આવ્યા છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે.
  • અંગત અદાવતમાં હત્યા થઈ છે કે અન્ય કોઈ કારણ છે, તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની અછતની અફવા: અઠંગાબાજી વચ્ચે પંપો પર વાહનચાલકોની લાંબી કતારો, સરકારે આપી મોટી સ્પષ્ટતા

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે