શુભેન્દુ અધિકારીના મમતા બેનર્જી પર ગંભીર આરોપ

0
36

પશ્ચિમ બંગાળના વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ મમતા બેનર્જી સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. અધિકારીનો આરોપ છે કે રાજ્ય પોલીસે કાલિયાગંજ વિસ્તારમાં રાજબંગશી યુવકની હત્યા કરી હતી. અધિકારીએ કહ્યું કે રાજ્યમાં અશાંતિ ફેલાઈ રહી છે.તેમણે લોકોને લોકતાંત્રિક રીતે પોતાનો અવાજ ઉઠાવવાની અપીલ કરી હતી. બીજેપી નેતા શુભેંદુ અધિકારીએ ટ્વિટ કર્યું કે ‘મમતા’ પોલીસે કાલિયાગંજમાં 33 વર્ષીય રાજબંગશી યુવકની નિર્દયતાથી હત્યા કરી. મમતા પોલીસે સવારે 2.30 વાગ્યે બીજેપી પંચાયત સમિતિના સભ્ય બિષ્ણુ બર્મનના ઘરે દરોડો પાડ્યો, જ્યારે બિષ્ણુ બર્મન ઘરે ન મળ્યા ત્યારે તેઓએ રાજબંગશી યુવક મૃત્યુંજય બર્મન ની નિર્દયતાથી ગોળી મારી હત્યા કરી દીધી.તેમણે આક્ષેપ કર્યો છે કે આ રાજ્ય આતંકની સૌથી ખરાબ સ્થિતિમાં છે અને મમતા બેનર્જી સમ્રાટ નીરોની જેમ વાંસળી વગાડી રહ્યા છે અને રાજ્ય સળગી રહ્યું છે અને નાગરિકો અશાંતિ તરફ આગળ વધી રહ્યાં છે.માહિતિ માટે જોતા રહો વીઆર લાઈવ વધુ અપડેટ માટે જુઓ યુટ્યુબ ચેનલ