Shocking Incident in Ahmedabad: અમદાવાદમાં સહેલગાહ વચ્ચે સનસનાટી, રામોલમાં વન્ડર પોઇન્ટ પાછળ યુવકે કાચના ટુકડાથી હાથની નસ કાપી કરી આત્મહત્યા

0
126
Shocking Incident in Ahmedabad
Shocking Incident in Ahmedabad

Shocking Incident in Ahmedabad: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં જાહેરમાં આત્મહત્યાની એક અત્યંત ચોંકાવનારી અને હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. રામોલ વિસ્તારમાં આવેલા જાણીતા વન્ડર પોઇન્ટની પાછળ એક ૩૪ વર્ષીય યુવકે કાચના ટુકડાથી પોતાના જ જમણા હાથની નસ કાપીને જીવન ટૂંકાવી લીધું હતું. ધોળા દિવસે જાહેરમાં બનેલી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને સ્થાનિક લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

Shocking Incident in Ahmedabad

Shocking Incident in Ahmedabad: ચારેબાજુ લોહીના ખાબોચિયા, ઘટનાસ્થળે જ નીપજ્યું મોત

મળતી વિગતો અનુસાર, મૃતક યુવકની ઓળખ ઘનશ્યામભાઈ પ્રજાપતિ (ઉંમર ૩૪ વર્ષ) તરીકે થઈ છે. રામોલ વન્ડર પોઇન્ટ પાછળ યુવકે કોઈ અગમ્ય કારણોસર કાચના તીક્ષ્ણ ટુકડા વડે પોતાના જમણા હાથ પર જોરદાર કાપો મારી દીધો હતો. નસ કપાઈ જતાં અતિશય રક્તસ્ત્રાવ થવાના કારણે ઘટનાસ્થળે જ ચારેબાજુ લોહી જ લોહી ફેલાઈ ગયું હતું અને યુવકે ત્યાં જ દમ તોડી દીધો હતો. લોહીલુહાણ હાલતમાં યુવકના મૃતદેહને જોતાં જ આસપાસના સ્થાનિક નાગરિકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા અને તેમણે તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરી હતી.

Shocking Incident in Ahmedabad: આત્મહત્યાનું કારણ અકબંધ, પોલીસે શરૂ કરી તપાસ

ઘટનાની ગંભીરતાને જોતા રામોલ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પંચનામું કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. યુવકે ધોળા દિવસે આ પ્રકારનું અત્યંત આકરું અને અંતિમ પગલું કયા કારણોસર ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

રામોલ પોલીસે હાલ અકસ્માત મોત/આત્મહત્યાનો ગુનો નોંધીને મૃતકના પરિવારજનોની પૂછપરછ શરૂ કરી છે. યુવક કોઈ માનસિક તણાવ કે આર્થિક સંકડામણમાં હતો કે કેમ, તે દિશામાં પણ પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ગોંડલ નજીક વહેલી સવારે કાળચોઘડિયું યાત્રાળુઓની બસ પલટી જતાં સાસુ-વહુનાં કરુણ મોત, ૨૫ મુસાફરો ઈજાગ્રસ્ત