Home Desh ઓનલાઈન ગેમના માધ્યમથી ૪ લોકોનું ધર્મ પરિવર્તન!

ઓનલાઈન ગેમના માધ્યમથી ૪ લોકોનું ધર્મ પરિવર્તન!

0
438

ધર્મ પરિવર્તન મામલે પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું

મામલાની ગંભીરતાને લઇ તપાસ શરુ, કેન્દ્રીય ગૃહમંત્રાલયે માંગ્યો રીપોર્ટ

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ધર્મ પરિવર્તનનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં ઓનલાઈન ગેમ દ્વારા ધર્મ પરિવર્તનનો મામલો સામે આવ્યો છે. જેમાં ઓનલાઈન કર્નવઝેશન દ્વારા ત્રણ કિશોરો સહિત 4 લોકોનું ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું હતું. આ મામલે ગાઝિયાબાદ પોલીસે તપાસ શરૂ કરી છે, જેમાં પાકિસ્તાન કનેક્શન હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રાલયે ગાઝિયાબાદ પોલીસ પાસે તપાસનો રીપોર્ટ માંગ્યો છે. પીડિતોની ફરિયાદ બાદ પોલીસને આ જાણકારી મળી છે. કારણ કે, આ કિશોરો 5 વખતની નમાજ અદા કરવા માટે ગુમ રહેતા હતા. આ કેસની તપાસ માટે ગાઝિયાબાદ પોલીસની 4 ટીમ મુંબઈના શાહનવાજને શોધવામાં લાગી ગઈ છે, જયારે અબ્દુલ રહેમાન નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે, આશરે અઢી વર્ષથી શાહનવાજ નકલી આઈડી બનાવી ધર્મ પરિવર્તનનું નેટવર્ક ચલાવી રહ્યો હતો. જેને પાકિસ્તાન તરફથી ફન્ડિંગ મળતું હોવાની પોલીસને આશંકા છે. આરોપી શાહનવાઝ સગીરોને છેતરતો હતો. સગીર ઈસ્લામ ધર્મથી આકર્ષાયો હોવાની તેને ખાતરી થઈ જાય, ત્યારે તે તેમને ઘરની નજીક મસ્જિદમાં નવાજ અદા કરવા માટે દબાણ કરતો હતો. નમાઝ અદા કરતી વખતે અન્ય કોઈ વ્યક્તિ સાથે વાત ન કરવી, પોતાના વિશે કોઈપણ માહિતી ન આપવી જેવી સૂચનાઓ પણ તેની તરફથી અપાતી હતી અને તે એવું પણ કહેતો હતો કે, 5 વખત નમાઝ અદા કર્યા બાદ જ તે યોગ્ય રીતે ઈસ્લામનો અનુયાયી બની શકશે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે