Shiv Shakti Point: ચંદ્રયાન-3ના લેન્ડિંગ સાઈટના નામને લીલી ઝંડી, IAU એ આપી મંજૂરી

0
63
Shiv Shakti Point: ચંદ્રયાન-3ના લેન્ડિંગ સાઈટના નામને લીલી ઝંડી, IAU એ આપી મંજૂરી
Shiv Shakti Point: ચંદ્રયાન-3ના લેન્ડિંગ સાઈટના નામને લીલી ઝંડી, IAU એ આપી મંજૂરી

Shiv Shakti Point: ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો. ચંદ્રયાન-3ના સફળ ઉતરાણે વિશ્વભરના દેશોની અવકાશ એજન્સીઓને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. સફળતા પછી, 26 ઓગસ્ટ, 2023 ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચંદ્રયાન-3ના લેન્ડિંગ સાઇટને ‘શિવ શક્તિ પોઇન્ટ’ (Shiv Shakti Point) તરીકે ઓળખાવ્યું.

આ દરમિયાન, 19 માર્ચે, ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન (International Astronomical Union – IAU) એ આ નામને મંજૂરી આપી. આ સફળતાના ત્રણ દિવસ પછી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ISRO ટેલિમેટ્રી ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્કના વૈજ્ઞાનિકોને મળ્યા.

Shiv Shakti Point: Chandrayaan-3 14 જુલાઈના રોજ થયું હતું લોન્ચ

ચંદ્રયાન-3, 14 જુલાઈ 2023ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. તેને LVM3-M4 રોકેટ દ્વારા આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. વિક્રમ લેન્ડરે 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે ચંદ્રની સપાટી પર પગ મૂક્યો હતો. તેની કુલ કિંમત 615 કરોડ રૂપિયા છે. ઈસરો ચંદ્ર પર ઉતરવાનો પ્રયાસ કરી ચૂક્યું છે. આ માટે તેણે ચંદ્રયાન-1 અને ચંદ્રયાન-2ને ચંદ્ર તરફ મોકલ્યા.

ચાર વર્ષ પહેલાં, ISROએ ચંદ્રયાન-2ને ચંદ્રની સપાટી પર લેન્ડ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેના લેન્ડિંગના થોડા સમય પહેલા, તેનો બેંગલુરુમાં ISROના નિયંત્રણ કેન્દ્ર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

2019ના ચંદ્રયાન-2 મિશનમાંથી શીખ્યા પાઠ

ચંદ્રયાન-3 પહેલા 22 જુલાઈ 2019ના રોજ ચંદ્રયાન-2 લોન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્રના દક્ષિણ ધ્રુવીય પ્રદેશ પર સોફ્ટ લેન્ડિંગનો પ્રયાસ કરનાર કોઈપણ દેશનું પ્રથમ અવકાશ મિશન હતું. જો કે, ચંદ્રયાન-2 મિશનનું વિક્રમ ચંદ્ર લેન્ડર 6 સપ્ટેમ્બર, 2019ના રોજ ચંદ્ર પર ક્રેશ થયું હતું.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો