Sharemarket : ચૂંટણીનાં પરિણામો પહેલાં શેરબજાર ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 2000 પોઈન્ટથી વધુની તેજી સાથે 76,738 પહોંચ્યો છે અને નિફ્ટીએ 23,338 હાઈ પર છે. હાલમાં સેન્સેક્સ 76,050ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે.

નિફ્ટીમાં પણ 650 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે. તે 23,200ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. શેરબજારમાં આ વર્ષનો આ સૌથી મોટો વધારો છે. અગાઉ 30 ઓગસ્ટ, 2022ના રોજ સેન્સેક્સમાં 1500 પોઈન્ટ (2.70%)થી વધુની તેજી રહી હતી. અદાણી પોર્ટ્સના શેરમાં આજે 8%થી વધુની તેજી છે.
સવારે 9.15 વાગ્યે સેન્સેક્સ લિસ્ટેડ કંપનીમાં અદાણી પાવર, એનટીપીસી, ટીસીએલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર ઝડપથી ટ્રેડ થઈ રહ્યા હતા. નિફ્ટીમાં પાવર ગ્રીડ કોર્પ, અદાણી પોર્ટ, અદાણી એન્ટરપ્રાઈઝ, શ્રીરામ ફાઇનાન્સ અને એનટીપીસીના શેર ખૂબ જ ઝડપે ટ્રેડ થઈ રહ્યા છે.
Sharemarket : શું કહે છે એક્ઝિટ પોલ

શનિવારે એક્ઝિટ પોલમાં આગાહી કરવામાં આવી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બની રહ્યા છે. ભાજપની આગેવાની હેઠળની એનડીએને લોકસભા ચૂંટણીમાં મોટી બહુમતી મળવાની અપેક્ષા છે. આવતીકાલે 4 જૂને મતગણતરી હાથ ધરાશે.
Sharemarket : જીડીપીમાં વધારો થશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગયા સપ્તાહે માર્ચ ક્વાર્ટરના જીડીપીના આંકડા જાહેર કર્યા હતા. બેંકે કહ્યું કે, નાણાકીય વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા 8.2 ટકા વધી છે. જેના કારણે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા તરીકે દેશની સ્થિતિ મજબૂત થઈ છે.
Sharemarket ; વૈશ્વિક બજારની સ્થિતિ

એશિયન બજારમાં, સિઓલ, ટોક્યો અને હોંગકોંગ ઊંચા ટ્રેડિંગમાં હતા જ્યારે શંઘાઈ નીચા ટ્રેડિંગમાં હતા. શુક્રવારે અમેરિકી બજાર મોટાભાગે ઉછાળા સાથે બંધ થયા હતા. એક્સચેન્જ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ શુક્રવારે રૂપિયા 1,613.24 કરોડની ઇક્વિટી ખરીદી હતી. વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.04 ટકા ઘટીને US$81.08 પ્રતિ બેરલ થઈ ગયું છે. આજે શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 42 પૈસા વધીને 83.00 પર પહોંચ્યો હતો.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો